Atmadharma magazine - Ank 303
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 49

background image
: ૩૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
ઉગ્ર પાત્રતા સૂચવી છે. અને સાથે ગુરુનો ઉપકાર બતાવવા માટે ‘ગુરુએ જ નિરંતર
સમજાવ્યું’ એમ કહ્યું છે. આ રીતે અલૌકિક સંધિ છે; ઉપાદાન–નિમિત્તનો સુમેળ છે.
નિરંતર ઉદ્યમ કરીને એટલે મોટો પ્રયત્ન કરીને શુદ્ધાત્મા સમજવા માટે ઉપાદાન જાગ્યું
ત્યાં તે સમજાવનારું નિમિત્ત પણ નિરંતર છે, અહો, આવા શુદ્ધાત્માના અનુભવનો આ
અવસર છે... અનુભવની સોનેરી ઘડી છે.
આત્માનો અનુભવ કરનાર ધર્મી કહે છે કે જેમ પોતાની મૂઠીમાં રાખેલું સોનું
ભૂલી ગયો હોય ને ફરી યાદ કરે, તેમ મારા પરમેશ્વરસ્વરૂપ આત્માને હું ભૂલી ગયો હતો
તેનું હવે મને ભાન થયું; મારામાં જ મારા પરમેશ્વરઆત્માને મેં દેખ્યો...અનાદિથી મારા
આવા આત્માને હું ભૂલી ગયો હતો, મને કોઈ બીજાએ ભૂલાવ્યો ન હતો, પણ મારા
અજ્ઞાનને લીધે હું જ ભૂલી ગયો હતો; મારા આત્માનો મહિમા ચૂકીને હું સંયોગનો
મહિમા કરતો, તેથી હું મારા આત્માને ભૂલી ગયો હતો, પણ શ્રીગુરુના અનુગ્રહપૂર્વક
ઉપદેશથી સર્વ પ્રકારના ઉદ્યમવડે મને મારા પરમેશ્વર આત્માનું ભાન થયું. શ્રીગુરુએ
જેવો આત્મા કહ્યો હતો તેવો હવે મેં જાણ્યો.
એ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ પરમેશ્વર આત્માને જાણીને, તેની શ્રદ્ધા કરીને તથા તેનું
આચરણ કરીને હું સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો. આત્માના અનુભવથી તૃપ્ત
આત્મારામ થયો. હવે હું મારા આત્માને કેવો અનુભવું છું?–
‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે.
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!’
–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલો હું મારા આત્માને આવો અનુભવું છું.
એક આત્મા જ મારો આરામ છે. એક આત્મા જ મારા આનંદનું ધામ છે...આત્માના
શ્રદ્ધા–જ્ઞાન–આચરણ કરીને હું સમ્યક્ પ્રકારે આત્મારામ થયો છું...હવે જ હું ખરેખરો
આત્મા થયો છું... મારા આત્માને હવે હું એવો અનુભવું છું કે–
‘હું મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાઉં એવો ચૈતન્યમાત્ર જ્યોતિ આત્મા છું.
રાગથી ઈન્દ્રિયોથી મારું સ્વસંવેદન થતું નથી. ચૈતન્યમાત્ર સ્વસંવેદનથી જ હું પ્રત્યક્ષ થાઉં
છું. મારા મતિશ્રુતજ્ઞાનને અંતરમાં એકાગ્ર કરીને હું મારું સ્વસંવેદન પ્રત્યક્ષ કરું છું.
મારા મતિશ્રુતજ્ઞાનને ઈન્દ્રિયોથી ને રાગથી ભિન્ન કરીને સ્વસંવેદન
પ્રત્યક્ષવડે હું મારો અનુભવ કરું છું. આ રીતે સ્વસંવેદન પ્રત્યક્ષમાં આવતો હું છું.
અંતર્મુખ અનુ–