: ૪૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯પ
વૈરાગ્ય સમાચાર
* સોનગઢમાં માગશર સુદ પાંચમ ને રવિવારની વહેલી સવારમાં ગોંડલવાળા
ભાઈશ્રી વછરાજ ગુલાબચંદ એકાએક હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામી ગયા. તેઓ ગોંડલ
મુમુક્ષુમંડળના આગેવાન હતા ને લગભગ ૪૮ વર્ષથી પૂ. ગુરુદેવના સમાગમમાં આવ્યા હતા.
છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ સોનગઢમાં જ મકાન બંધાવીને કાયમ ગુરુદેવના સત્સંગનો
લાભ લેતા હતા. ૮૧ વર્ષ જેટલી વયોવૃદ્ધ ઉંમર છતાં સવારના પાંચથી રાતના નવ વાગ્યા
સુધીના બધા કાર્યક્રમોમાં નિયમિત ભાગ લેતા હતા. છેલ્લા શનિવારની રાત્રે પણ તેઓ
તત્ત્વચર્ચામાં આવ્યા હતા, ને તે જ રાત્રે સ્વર્ગવાસ પામી ગયા. તેઓ ભદ્રિક હતા ને
નિવૃત્તિથી ખૂબ શાસ્ત્રસ્વાધ્યાય કરતા. દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત સાધે એ જ
ભાવના.
(રે! સંસાર તો આવો છે–કે જેમાં રાત્રે સૂતેલો સવારે જાગશે કે કેમ?–તે પણ નિશ્ચિત
નથી,–એવું ક્ષણભંગુર આ મનુષ્યજીવન...તેમાં આત્મહિત માટે સદૈવ જીવે જાગૃત રહેવા જેવું
છે...જેથી, મરણ આવે તોપણ આરાધના ‘અમર’ રહે.)
* સુરતવાળા ફાવાભાઈ (ધીરજલાલ હરજીવન) ના ધર્મપત્ની દૂધીબેન માગશર સુદ પ
ના રોજ રાત્રે સોનગઢ મુકામે સ્વર્ગવાસ પામી ગયા. તેઓ ઘણા વખતથી સોનગઢ રહીને
ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા. સ્વર્ગવાસની એકાદ કલાક પહેલાં જ ગુરુદેવ દર્શન દેવા
પધાર્યા ત્યારે તેમણે ઉત્સાહ અને ભક્તિ વ્યક્ત કર્યા હતા. અંતિમ ઘડીએ પોતાની કંઈક ઈચ્છા
વ્યક્ત કરવા પાટી–પેન લઈને લખવાની ચેષ્ટા કરી હતી, પણ બરાબર લખી શક્્યા ન હતા.
તેમનો આત્મા દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
* મનસુખલાલ શાંતિલાલ ઝોબાલીઆના ધર્મપત્ની લીલાવતીબેન તા. ૭–૧૨–૬૮
ના રોજ...શાંતાક્રુઝમાં સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લે સુધી તેમણે વાંચન–શ્રવણ કરેલ. દેવગુરુના
શરણે તેઓ આત્મહિત પામો.
* જામનગરના પારેખ રતિલાલ નેમચંદ માગશર વદ ત્રીજના રોજ જામનગર મુકામે
હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે. તે દિવસની સાંજ સુધી તેમના ધર્મપત્ની ગંગાબેન પાસે તેમણે
સમયસાર વગેરેની સ્વાધ્યાય સાંભળી હતી. જામનગર મુમુક્ષુમંડળમાં અને જિનમંદિર સંબંધી
કાર્યોમાં તેમનો ઉત્સાહભર્યો સહકાર હતો. તેઓ ભદ્રિક હતા અને અવારનવાર સોનગઢ આવીને
લાભ લેતા હતા. આ વૈરાગ્યપ્રસંગે શ્રી ગંગાબેને વૈરાગ્ય વિચારોના બળે ધૈર્ય રાખેલ છે.
સ્વર્ગસ્થ આત્મા દેવગુરુધર્મના શરણે આત્મહિત પામો.
* લાઠીના જયંતિલાલ મણિલાલ ભાયાણીના માતુશ્રી સમજુબેન તા. ૨૬–૧૧–૬૮
ની રાત્રે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ આત્મશાંતિ પામો.
* લીંબડીના શેઠ ખીમચંદ બાલચંદના ધર્મપત્ની સકરીબેન માગશર સુદ એકમના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવતા, ને અંત સુધી
‘અપૂર્વઅવસર’ વગેરે સાંભળ્યું હતું. તેઓ આત્મશાંતિ પામો.