: ૧૮ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
તેને પોતાની પર્યાયમાં પણ અંશે
વીતરાગવિજ્ઞાન પ્રગટ્યું.
૨૭. ત્રણલોકનું દોણું વલોવીને સંતોએ
તેમાંથી સાર શું કાઢયો?
‘तीन भुवनमें सार वीतरागविज्ञानता.’
૨૮. રાગથી ધર્મ માનવો તે કેવું છે? તે
તો પાણીને વલોવવા જેવું નિઃસાર છે.
૨૯. બાહ્યદ્રષ્ટિજીવો શેમાં સંતુષ્ટ થઈ
જાય છે?
તેઓ શુભરાગમાં જ સંતુષ્ટ થઈ જાય છે.
૩૦. જીવ ચારગતિમાં કેમ રખડયો?
વીતરાગવિજ્ઞાનના અભાવને લીધે.
૩૧. ચારગતિ કઈ છે?
તિર્યંચ, નરક, મનુષ્ય, દેવ.
૩૨. ચારગતિ સિવાયની પાંચમી ગતિ
કઈ? મોક્ષ
૩૩. મોક્ષગતિ કેવી છે?...તે
પરમસુખરૂપ છે.
૩૪. પરમસુખરૂપ મોક્ષદશા શેનાથી
પમાય છે?
વીતરાગવિજ્ઞાનથી.
૩પ. દુઃખથી છૂટવા શ્રીગુરુ શેનો ઉપદેશ
આપે છે?
વીતરાગવિજ્ઞાનરૂપ મોક્ષમાર્ગનો; એટલે
કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને અંગીકાર
કરવાનો ઉપદેશ આપે છે.
૩૬. તે ઉપદેશ કઈ રીતે સાંભળવો?
પોતાના હિતને અર્થે ચિત્તને સ્થિર કરીને.
૩૭. જીવે શેનો સ્વાદ કદી નથી ચાખ્યો?
વીતરાગી પરમાનંદનો સ્વાદ કદી નથી
ચાખ્યો.
૩૮. મનુષ્યગતિમાં કેટલા જીવો છે?
અસંખ્યાતા.
૩૯. નરકગતિમાં કેટલા જીવો છે?
અસંખ્યાતા.
૪૦. દેવગતિમાં કેટલા જીવો છે?
અસંખ્યાતા.
૪૧. તિર્યંચગતિમાં કેટલા જીવો છે?
અનંતા.
૪૨. ત્રસજીવો કેટલા છે?...અસંખ્યાતા.
૪૩. મોક્ષ પામેલા જીવો કેટલા
છે?...અનંતા.
૪૪. જીવને દુઃખનું કારણ શું છે?
પોતાનો મિથ્યાત્વભાવ
૪પ. તે મિથ્યાત્વભાવ કેમ મટે?
સાચા ભેદજ્ઞાન વડે સમ્યગ્દર્શન પ્રગટ
કરવાથી.
૪૬. સંતની પહેલી શિક્ષા શી છે?
તારા દોષે તને બંધન છે, માટે તે દોષ
ટાળ.
૪૭. જીવનો મુખ્ય દોષ કયો છે?
દોષ એટલો કે પરને પોતાનું માનવું, ને
પોતે પોતાને ભૂલી જવું.
૪૮. એકેન્દ્રિય જીવોને વિચારશક્તિ છે?
ના, તેનામાં જ્ઞાન છે, પણ મન કે
વિચારશક્તિ નથી.
૪૯. ગુરુ એટલે કોણ?
ગુરુ એટલે રત્નત્રયધારી દિગંબર સન્ત;
અર્થાત્ જ્ઞાન–દર્શન–ચારિત્રરૂપી ગુણોમાં જે
મોટા તે ગુરુ.