: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
પ૦. એવા ગુરુઓએ જગત પર શો
ઉપકાર કર્યો છે?
વીતરાગવિજ્ઞાનરૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ
આપીને શ્રીગુરુઓએ જગતના જીવો ઉપર
મોટો ઉપકાર કર્યો છે.
પ૧. કુંદકુંદસ્વામીના ગુરુએ તેમને કેવો
ઉપદેશ દીધો’ તો?
‘અમારા ગુરુઓએ અનુગ્રહપૂર્વક અમને
શુદ્ધાત્માનો ઉપદેશ દીધો હતો’–એમ
કુંદકુંદસ્વામી કહે છે.
પ૨. ઉપદેશવડે સન્તો શું દેખાડે છે?...
શુદ્ધાત્મા દેખાડે છે. શુદ્ધાત્માને કઈ રીતે
જાણવો?...પોતાના સ્વાનુભવથી.
પ૩. ક્રિયાજડ કોણ છે?...
જે બાહ્યક્રિયામાં (જડની ક્રિયામાં) ધર્મ
માને છે તે.
પ૪. શુષ્કજ્ઞાની કોણ છે?
જે મુખથી માત્ર વાતો કરે છે પણ મોહ
છોડતો નથી તે.
પપ. પોતાનું સ્વરૂપ ન સમજવાથી શું
થયું?
જીવ અનંત દુઃખ પામ્યો.
પ૬. ધર્મોપદેશ મળવા છતાં જે ન
સાંભળે તે કેવા છે?
આત્માની દરકાર વગરના.
પ૭. આ ઉપદેશ કોને માટે છે?
સંસારથી થાકીને આત્માની શાંતિ લેવા
ચાહતા હોય એવા જિજ્ઞાસુને માટે.
પ૮. મુનિ કેવા છે?
રત્નત્રયના ધારક છે ને મોક્ષના સાધક
છે.
પ૯. દુઃખથી છૂટીને સુખી થવાનું ક્્યારે
બની શકે?
વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા હોય ત્યારે.
૬૦. દુઃખ મટે ને સુખ થાય–તેમાં
ઉત્પાદ–વ્યય–ધ્રુવતા કઈ રીતે?
સુખનો ઉત્પાદ, દુઃખનો વ્યય, ને આત્મા
સળંગ રહ્યો તે ધ્રુવતા.
૬૧. વીતરાગીસંતોએ કેવી શિખામણ
આપી છે?
વીતરાગીસંતોએ વીતરાગતાની જ
શિખામણ આપી છે.
૬૨. જીવને માટે ઈષ્ટઉપદેશ–હિતોપદેશ
શું છે?
ભેદજ્ઞાન કરાવીને દુઃખથી છોડાવે ને
સુખનો અનુભવ કરાવે તે.
૬૩. જૈનધર્મના ચારે અનુયોગમાં કેવો
ઉપદેશ છે?
ચારે અનુયોગ વીતરાગવિજ્ઞાનના જ
પોષક છે.
૬૪. શ્રીગુરુ આત્મહિતનો ઉપદેશ કોને
સંભળાવે છે?
જેનામાં વિચારશક્તિ ખીલી છે ને
સમજવાની જિજ્ઞાસા છે તેને.
૬પ. સંતોએ જગત ઉપર કઈ રીતે
ઉપકાર કર્યો છે?
અહા! સંતોએ મોક્ષમાર્ગ સમજાવીને
ઉપકાર કર્યો છે.