: ૨૦ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
૬૬. જિનવાણી શેનો નાશ કરાવે છે?
મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રનો નાશ
કરાવે છે.
૬૭. જિનવાણી શેની પ્રાપ્તિ કરાવે છે?
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પ્રાપ્તિ
કરાવે છે.
૬૮. દરેક જીવનો સ્વભાવ કેવો છે?
જ્ઞાનરૂપ ને સુખરૂપ.
૬૯. છતાં તેને સુખ કેમ નથી?
સ્વભાવને ભૂલ્યો છે તેથી.
૭૦. એ ભૂલ ક્યારે મટે?
સ્વભાવની ઓળખાણ કરે ત્યારે.
૭૧. શરીર વગર આત્મા એકલો સુખી
રહી શકે?
હા; દેહાતીત સિદ્ધભગવંતો પરમ સુખી છે.
૭૨. શરીર છોડીને (મરીને) પણ જીવો
સુખી થવા કેમ ઈચ્છે છે?
કેમકે આત્મામાં દેહ વગર જ સુખ છે.
૭૩. તે સુખ ક્યારે અનુભવમાં આવે?
દેહથી ભિન્ન આત્માને પોતામાં દેખતાં
જ અતીન્દ્રિયસુખ અનુભવાય છે.
૭૪. જીવને મોટો રોગ કયો છે?
મિથ્યાત્વ, અર્થાત્ ‘આત્મભ્રાંતિ સમ
રોગ નહીં.’
૭પ. તે રોગ કેમ મટે?
ગુરુઉપદેશ અનુસાર વીતરાગવિજ્ઞાનનું
સેવન કરવાથી.
૭૬. દુઃખની દવા શું?
આત્માના સુખનો અનુભવ–એ જ દુઃખ
મટાડવાની એકમાત્ર દવા છે; બીજી કોઈ
દવાથી દુઃખ મટતું નથી.
૭૭. અત્યારસુધી જીવે શું કર્યું?
મોહથી પોતાને ભૂલીને સંસારમાં
ભટક્યો...ને દુઃખી થયો.
૭૮. જીવ દુઃખી કેમ છે? પોતાની
ભૂલથી.
૭૯. ભૂલ શું?...પોતે પોતાને ભૂલ્યો તે.
૮૦. તે ભૂલ કેવડી?
તે ભૂલ નાની નથી પણ સૌથી મોટી
ભૂલ છે.
૮૧. ભૂલ ક્યારે ભાંગે? ને દુઃખ ક્યારે
મટે?
આત્માની સાચી સમજણ કરતાં ભૂલ
ભાંગે ને દુઃખ મટે.
૮૨. દુઃખ મટાડવા માટે અજ્ઞાની કેવા
ઉપાય કરે છે?
અજ્ઞાનીજીવ બાહ્યસામગ્રીને દૂર
કરવાના કે ટકાવી રાખવાના ઉપાય કરીને
દુઃખ મટાડવા ને સુખી થવા ઈચ્છે છે, પણ
એ બધા ઉપાય જૂઠા છે.
૮૩. તો સાચો ઉપાય શો છે?
સમ્યગ્દર્શનાદિ વડે મોહ દૂર થતાં સાચું
સુખ થાય છે.
૮૪. જીવની બેવડી ભૂલ કઈ છે?
એક તો પોતે મોહ કરે છે, અને પાછો
તે બીજા ઉપર ઢોળે છે.
૮પ. જીવ કેમ રખડ્યો?–પોતાની ભૂલથી.