: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
૮૬. એ ભૂલ કેમ ટળે?
સ્વ–પરનું ભેદજ્ઞાન કરે તો.
૮૭. જીવ શેનાથી હેરાન થાય છે?
પોતાના અજ્ઞાનથી.
૮૮. કર્મો જીવને હેરાન કરે છે?–ના.
૮૯. આત્માની સાચી સમજણ ક્યારે
કરવી?
અત્યારે જ; સાચી સમજણ માટે આ
ઉત્તમ અવસર આવ્યો છે.
૯૦. મોહને લીધે જીવ શું કરે છે?
પોતાનું ભાન ભૂલીને પરદ્રવ્યને પોતાનાં
માને છે.
૯૧. અજ્ઞાનથી જીવ ક્યાં ભટક્યો?
નિગોદથી માંડીને નવમી ગ્રૈવેયક સુધીમાં
બધે ભટક્યો.
૯૨. સિદ્ધનું સુખ ને નિગોદનું દુઃખ, એ
બંને કેવાં છે?
બંને વચનાતીત છે.
૯૩. દુઃખ સાતમી નરકમાં વધુ કે
નિગોદમાં?
નિગોદમાં.
૯૪. સંસારમાં જીવને દુર્લભ શું છે? ને
અપૂર્વ શું છે?
પ્રથમ તો નિગોદમાંથી નીકળી ત્રસપણું
પામવું દુર્લભ, ત્રસમાં પંચેન્દ્રિયપણું દુર્લભ,
તેમાં સંજ્ઞીપણું દુર્લભ, તેમાં મનુષ્ય થવું
દુર્લભ; મનુષ્યમાં આર્યક્ષેત્ર–જૈનકૂળ–
પાંચેઈન્દ્રિયોની પૂર્ણતા–દીર્ધ
આયુ મળવા દુર્લભ, ને તેમાં સાચા દેવ–
ગુરુ મળવા દુર્લભ છે, આ બધું દુર્લભ હોવા
છતાં પૂર્વે મળી ચૂક્યું છે. ત્યારપછી
આત્માની રુચિ કરીને સમ્યગ્દર્શન પ્રગટ
કરવું તે દુર્લભ અને અપૂર્વ છે. પછી
મુનિદશારૂપ રત્નત્રયની પ્રાપ્તિ તો તેનાથીયે
દુર્લભ છે. તેની અખંડ આરાધના કરીને
કેવળજ્ઞાન પામવું તે સૌથી દુર્લભ ને અપૂર્વ
છે.
૯પ. સંસારદશામાં ઝાઝો કાળ શેમાં
વીત્યો?
નિગોદમાં.
૯૬. નિગોદમાં ઘણું દુઃખ કેમ છે?
કેમકે તે જીવોને પ્રચૂર ભાવકલંક છે,
ઘણો મોહ છે.
૯૭. જીવે અનંત શરીરો ધારણ કરવા
છતાં તે શરીરરૂપ થયો છે?
ના, શરીરથી જુદો ઉપયોગરૂપ જ રહ્યો
છે.
૯૮. ઈંડામાં જીવ છે?
ઈંડામાં પંચેન્દ્રિયજીવ છે; તેનું ભક્ષણ એ
માંસાહાર જ છે.
૯૯. જીવે શેનો ઉદ્યમ કરવા જેવું છે?
બોધિ–રત્નત્રયની દુર્લભતા વિચારીને
તેનો ઉદ્યમ કરવા જેવું છે.
૧૦૦. સિદ્ધદશા શેનાથી ભરેલી છે?
આત્માના આનંદથી ભરેલી છે.
(વિશેષ આવતા અંકે)