અહો! જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવરૂપી આંખ, તેમાં
ભાવોનો કર્તા–ભોક્તા નથી. શરીર–મન–વાણી–કર્મ વગેરે જડ પદાર્થોને તો આત્મા
કદી કરે નહીં ને તેને ભોગવે પણ નહીં. તેને હું કરું–હું ભોગવું એમ અજ્ઞાનથી જ
જીવ માને છે, પણ તેને કરતો કે ભોગવતો નથી. પુણ્ય–પાપ જે તેનું સ્વરૂપ નથી
તેને પણ જ્ઞાનભાવે આત્મા કરતો કે ભોગવતો નથી, માત્ર જાણે જ છે. સર્વવિશુદ્ધ
જ્ઞાનસ્વરૂપ આત્મા તે પોતાથી ભિન્ન ભાવોનો કરનાર કે ભોગવનાર નથી, તે–રૂપે
થનાર નથી. કર્મોની બંધ–મોક્ષરૂપ અવસ્થાનો કર્તા આત્મા નથી, આત્મા તો
જ્ઞાતાભાવમાત્ર છે. તેનું જ્ઞાન પર પદાર્થોને તો કરતું–વેદતું નથી, ને વ્યવહારસંબંધી
રાગાદિ વિકલ્પો તેને પણ તે કરતું–ભોગવતું નથી. આવા સહજ જ્ઞાનસ્વરૂપ
આત્માને શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં લેવો તે ધર્મ છે. આવા આનંદમૂર્તિ
આત્માના જ્ઞાનસ્વભાવમાં અકર્તા–અભોક્તાપણું ક્યા પ્રકારે છે તે અહીં વિશેષ
સમજાવશે; તથા તેના ઉપશમાદિ પાંચ ભાવોમાંથી મોક્ષના કારણરૂપ ભાવો ક્યા છે
તે પણ સમજાવશે.
જાણ્યે–અનુભવ્યે સુખ પ્રગટે ને દુઃખથી મુક્તિ