Atmadharma magazine - Ank 304
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 47

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
થાય. રાગાદિ કાર્યોને તથા દેહાદિ પરનાં કાર્યોને પોતાનાં માનીને, અને પોતાના
જ્ઞાનસ્વરૂપને ભૂલીને ભ્રમણાથી જીવ ચાર ગતિમાં ભ્રમી રહ્યો છે, તેનાથી છૂટવા
જ્ઞાનસ્વભાવી આત્મા જેવો છે તેવો જાણવો જોઈએ. તે માટે વીતરાગી સંતોએ અલૌકિક
રીતે તેનું સ્વરૂપ સમજાવ્યું છે.
જ્ઞાનચક્ષુના દ્રષ્ટાન્તે આત્માના
જ્ઞાયકસ્વભાવની સમજણ
આત્માનું સ્વરૂપ એવું નથી કે દેહાદિની ક્રિયાને કે કર્મના ઉદયાદિને કરે;
જ્ઞાનસ્વરૂપ આત્મા વિશુદ્ધ જ્ઞાયકભાવમાત્ર છે, તેનું જ્ઞાન પરજ્ઞેયોને કરતું નથી કે
ભોગવતું નથી. આંખનું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવ તે વાત સમજાવે છે–

જયમ નેત્ર તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે!
જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમજ મોક્ષને. (૩૨૦)

જેમ નેત્ર એટલે કે આંખ, તે અગ્નિને દેખે છે પણ તેને તે કરતી નથી, ને
અગ્નિને તે વેદતી પણ નથી, તેમ જ્ઞાન પણ આંખની માફક કર્મને કે રાગાદિને જાણે
જ છે, પણ તેને પોતે કરતું કે વેદતું નથી. જ્ઞાનમાં વિકારનું કે જડનું વેદન નથી.
દર્શન ને જ્ઞાન તે ભગવાન આત્માનાં ચક્ષુ છે; તે દર્શન–જ્ઞાનચક્ષુ શરીરને કે રાગાદિ
વિકલ્પોને કરતા નથી. જેમ આંખ વડે અગ્નિ સળગે નહિ તેમ જ્ઞાનભાવ વડે પરનાં
કે રાગનાં કામ થાય નહિ; જેમ સંઘૂકણ એટલે કે બળતણ તે અગ્નિનું કર્તા છે, ને
અગ્નિથી તપ્ત લોખંડનો ગોળો તે અગ્નિની ઉષ્ણતાનો વેદનાર છે, એ રીતે તેમને
અગ્નિનું કર્તા–ભોક્તાપણું છે, પણ તે બંનેને જોનારી દ્રષ્ટિ (આંખ) તે તો કાંઈ
અગ્નિને કરતી કે ભોગવતી નથી. આંખ જો અગ્નિને વેદે તો પોતે દાઝી જાય. તેમ
શુદ્ધ જ્ઞાન પણ રાગાદિ ભાવોને કે કર્મની બંધ–મુક્ત અવસ્થાને કરતું કે વેદતું નથી,
એટલે કે અકર્તા ને અભોક્તા છે.
અહીં ‘શુદ્ધજ્ઞાન’ ને જેમ અકર્તા ને અભોક્તા કહ્યું તેમ અભેદદ્રષ્ટિથી કહીએ તો
શુદ્ધજ્ઞાન’ પરિણતિરૂપે પરિણમેલો જીવ’ તે પણ રાગાદિનો અકર્તા ને અભોક્તા છે, તે
પોતે શુદ્ધ ઉપાદાનરૂપે તેને કરતો