ભોક્તા નથી; તેમાં તન્મય થઈને પોતે તે–રૂપે પરિણમતો નથી. પણ દ્રષ્ટિની
માફક જ્ઞાતા જ રહે છે. આવા જ્ઞાનભાવરૂપ પરિણમન તે ધર્મ છે. શુદ્ધજીવ
શુદ્ધઉપાદાનરૂપ થઈને અશુદ્ધ એવા રાગાદિ વ્યવહારભાવોને કરતો નથી.
શુદ્ધજ્ઞાનરૂપ પરિણમેલો જ્ઞાનીજીવ અશુદ્ધભાવમાં તન્મય થતો નથી, એટલે તેને
કરતો કે ભોગવતો નથી. આ રીતે અકર્તા–અભોક્તા એવું શુદ્ધસ્વરૂપ સમજતાં
આત્માને ધર્મ થાય છે. આવું સ્વરૂપ સમજી પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની સન્મુખ
થઈને રાગાદિના અકર્તા–ભોક્તાપણે પરિણમવું, તે વીતરાગદેવે કહેલો મોક્ષમાર્ગ
છે.
રાગ તે તો આગસમાન છે, તે જ્ઞાનચક્ષુમાં કેમ સમાય? જ્ઞાનચક્ષુ તેને કેમ કરે?
ને તેને કેમ ભોગવે? તે તો તેનાથી ભિન્ન રહીને તેને માત્ર જાણે છે.
છે; પુણ્ય–પાપ પણ જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાન તેને જાણે જ છે પણ તેને કરતું નથી. જો
જ્ઞાન પોતે પુણ્ય–પાપને કરે તો જ્ઞાન પોતે પુણ્ય–પાપ થઈ જાય. જુદું ન રહે;–જેમ
અગ્નિને આંખ પોતે સળગાવે તો આંખ પણ સળગી જાય. જેમ જ્ઞાનસ્વભાવી
આત્મા પરનો કે રાગાદિનો કર્તા નથી તેમ તે તેનો ભોક્તા પણ નથી. આવો એનો
સ્વભાવ છે. આવા આત્મસ્વભાવને શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં લેવો તે મોક્ષનું કારણ
છે.
જગતનો દ્રષ્ટા એવો આત્મા દ્રશ્ય પદાર્થોમાં કોઈને આઘુંપાછું કરતો નથી, પોતે પોતામાં
રહીને વિશ્વને દેખે જ છે. રાગ પણ જ્ઞાનથી ભિન્ન વસ્તુ છે, બંનેનું સ્વરૂપ જુદું છે; જો
જુદું ન હોય