: ૩૪ : આત્મધર્મ : મહા : ૨૪૯પ
આપણે અને સીમંધરાદિ તીર્થંકરો જે દ્વીપમાં રહીએ છીએ તેનું નામ જંબુદ્વીપ છે–
આપણા ભરતક્ષેત્રથી સીમંધરભગવાનનું વિદેહક્ષેત્ર લગભગ પચાસ હજાર
યોજન જેટલું નજીક છે. (અહીં ૧ યોજન એટલે લગભગ ચાર હજાર માઈલ.)
જંબુદ્વીપમાં વચ્ચે મેરૂપર્વત આવેલ છે–તે વિદેહક્ષેત્રની વચમાં છે.
મેરૂપર્વત લગભગ ચાલીસ કરોડ માઈલ (એક લાખ યોજન) ઊંચો છે.
મેરૂપર્વતની ઉત્તર તરફ જંબુનામનું એક કુદરતી વૃક્ષ છે, તે વૃક્ષ ઉપર શાશ્વત
જિનાલયમાં રત્નમય જિનબિંબ બિરાજે છે. આ જંબુવૃક્ષ ઉપરથી આપણા દ્વીપનું નામ
‘જંબુદ્વીપ’ છે.
જે જંબુવૃક્ષને કારણે આપણો દ્વીપ જંબુદ્વીપ કહેવાયો તે જંબુવૃક્ષ વિદેહક્ષેત્રમાં
આવ્યું છે.
જો કે આપણા ભરતક્ષેત્રના તીર્થંકરો ભરતક્ષેત્રની બહાર વિહાર નથી કરતા,
ભરતક્ષેત્રના આર્યખંડમાં જ વિહાર કરે છે; છતાં બધા તીર્થંકરો એકવાર તો
વિદેહક્ષેત્રમાં જાય છે.–ક્યારે? કે જન્માભિષેક માટે ઈન્દ્ર તેમને મેરૂપર્વત ઉપર લઈ
જાય છે ત્યારે તેમનું વિદેહગમન થાય છે, કેમકે મેરૂપર્વત વિદેહક્ષેત્રની વચ્ચે આવ્યો
છે.
અનેક મુનિવરો પણ મેરુતીર્થની વંદના કરવા જાય છે, ત્યાં શાશ્વત પ્રતિમાઓનાં
દર્શન કરે છે, ને નિજાત્માનું ધ્યાન ધરે છે.
આપણે અહીંથી ભાવપૂર્વક એ મેરુતીર્થને, એ વિદેહવાસી તીર્થંકરોને અને એ
મુનિવરોને નમસ્કાર કરીએ છીએ.
(જંબુદ્વીપ પછીના બીજા બે દ્વીપોમાં પણ ચાર મેરૂપર્વતો છે.)
ઉગરચંદ શાંતિલાલની ગંભીર તબીયત વખતે ભાઈશ્રી જગુભાઈએ કહેલ કે–
આપણને તો પૂજ્ય ગુરુદેવશ્રીનો પરમ ઉપકાર છે તેથી સર્વે જાતના સમાધાન થઈ શકે
છે. આ દેહ તો ક્ષણભંગુર છે; સંસારના સંયોગી પદાર્થનો વિયોગ અવશ્ય થાય છે. મુખ્ય
એક જ્ઞાયકસ્વભાવ છે તેનું શરણ કરવા જેવું છે.