Atmadharma magazine - Ank 304
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 47

background image
: મહા : ૨૪૯પ આત્મધર્મ : ૩૩ :
વિવિધ વચનામૃત
વાહ! એ મુનિદશા કેવી અદભુત...કે દરરોજ ચોવીસકલાકમાંથી જેનાં આઠકલાક
તો નિર્વિકલ્પઅનુભવના આનંદમાં જ વીતે. (કેમકે મુનિઓ છઠ્ઠા–સાતમા ગુણસ્થાને
એવા ઝુલે છે કે મુનિદશાના કાળમાંથી બે ભાગ છઠ્ઠાગુણસ્થાનના, ને એક ભાગ સાતમા
ગુણસ્થાનનો છે.)
રે જીવ! આવા મુનિવરોનો આદર્શ હૃદયમાં ઝીલીને તું રોજ આઠ મિનિટ તો
જેને સાથે લઈને મોક્ષ પામી શકાય–તે મોક્ષનું સાચું સાધન હોય;
–જેમકે સમ્યગ્દર્શન
જેને સાથે લઈને મોક્ષ ન પામી શકાય–તે મોક્ષનું સાચું સાધન નથી;
–જેમ કે શુભરાગ
*
કોઈ કહે કે શરીર તે મોક્ષનું સાધન!
તો તેને પૂછીએ છીએ કે– શું મોક્ષમાં તું શરીરને સાથે લઈ જવાનો છો?
–ના; તો તે મોક્ષનું સાચું સાધન નહિ.
મોક્ષ માટે જેને છોડવું પડે તે મોક્ષનું સાચું સાધન કેમ હોય?
મોક્ષમાં જનારને જેમ શરીર છોડવું પડે છે તેમ રાગ પણ છોડવો પડે છે, માટે તે
પણ મોક્ષનું સાધન નથી.
*
સાધન અને સાધ્ય બંને એક જાતના હોય છે.
પૂર્ણ ચૈતન્યભાવરૂપ સર્વજ્ઞતાનું સાધન પણ ચૈતન્યમય હોય.
પૂર્ણ વીતરાગભાવનું સાધન પણ અંશે વીતરાગભાવ હોય; રાગ તેનું સાધન ન
હોય. રાગ વડે તો રાગ સધાય, રાગવડે વીતરાગતા ન સધાય.
અજ્ઞાનભાવ વડે અજ્ઞાન સધાય, અજ્ઞાનવડે જ્ઞાન ન સધાય.
આ પ્રમાણે સાધક ને સાધ્ય બંને એક જાતના હોય છે.