જ્યાં આનંદ ન હોય ત્યાં જ્ઞાન પણ કેમ હોય?
આનંદ વગરના જ્ઞાનને જ્ઞાન કહેતા નથી.
એકલું પરસન્મુખી જ્ઞાન તે જ્ઞાન નથી, કેમકે તેમાં આનંદ નથી.
સ્વસન્મુખજ્ઞાન જ અતીન્દ્રિય આનંદ સહિત છે, તે જ જ્ઞાન છે.
એક સાથે આવું જ્ઞાન ને આવો આનંદ તે આત્મસ્વભાવ છે.
આનંદ વગરનું જ્ઞાન હોતું નથી, જ્ઞાન વગર આનંદ હોતો નથી.
આત્મામાં સ્વસન્મુખ થતાં એક સાથે જ જ્ઞાન–આનંદરૂપે આત્મા સ્વયં પરિણમે
ભાવ હોય તે તો સુખરૂપ હોય–જ્ઞાનરૂપ હોય. જ્ઞાનવગરનો–સુખવગરનો ભાવ તેને
આત્મા કેમ કહેવાય? શુભ–અશુભવૃત્તિઓ કે–જેમાં આકુળતા છે–જેમાં નિરાકુળતારૂપ
સુખ નથી, તેને આત્મા કોણ કહે? એ તો આત્માના સ્વભાવથી જુદા લક્ષણવાળા છે.
આત્માનું વેદન તો આકુળતા વગરના સહજ આનંદરૂપ છે.