જેને અંતરમાં ચૈતન્યના ભેટા થયા છે, એવા જ્ઞાનીધર્માત્મા મતિ–શ્રુતજ્ઞાનથી ચૈતન્યના
અતીન્દ્રિય આનંદનું સ્વસંવેદન કરે છે. અહા, જગતના રસથી જુદી જાતનો ચૈતન્યનો
રસ છે. ઈન્દ્રપદના વૈભવમાં કે દેવોના અમૃતમાં પણ તે રસ નથી. સમકિતી ઈન્દ્રો જાણે
છે કે અમારા ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ પાસે આ ઈન્દ્રપદ તો શું!–આખા જગતનો
વૈભવ પણ તૂચ્છ છે...નીરસ છે ચૈતન્યનો રસ અત્યંત મધુર...અત્યંત શાંત...અત્યંત
નિર્વિકાર. આવા અત્યંત મધુર ચૈતન્યરસનું સંવેદન થતાં એવી તૃપ્તિ થાય કે આખા
જગતનો રસ ઊડી જાય. શાંત...શાંત ચૈતન્યરસનું મધુરુ વેદન થયું ત્યાં આકુળતાજનક
એવા કષાયના કડવા રસનું કર્તૃત્વ કેમ રહે? એ રસને કોણ ચાખે? કષાયોથી ચૈતન્યનું
અત્યંત ભિન્નપણું થયું સ્વસન્મુખ થઈને આવા સ્વાદનું સ્વસંવેદન કરવાની મતિ–
શ્રુતજ્ઞાનની તાકાત છે. મતિશ્રુતને સ્વસન્મુખ કરીને ધર્માત્મા આવા ચૈતન્યસ્વાદનું
પ્રત્યક્ષ સ્વસંવેદન કરે છે.
તો બધું સુલભ છે. આ ભાવો સમજે તો શાંતરસરૂપી અમૃતના સાગર ઊછળે ને ઝેરનો
(કષાયોનો) સ્વાદ છૂટી જાય. ભેદજ્ઞાનનો આ મહિમા છે. ભેદજ્ઞાનવડે જ શાંતરસ
અનુભવાય છે. ભેદજ્ઞાની થતાં જ જીવની આવી દશા થાય છે. જ્ઞાની ધર્માત્મા
ચૈતન્યરસના સ્વાદ પાસે જગતના બધા સ્વાદ પ્રત્યે સદાય ઉદાસીન છે. રાગ પ્રત્યે પણ
અત્યંત ઉદાસીન છે–તેના કર્તા થતા નથી. પોતાને એક જ્ઞાયકસ્વભાવપણે જ અનુભવે
છે.–આવી દશાથી જ્ઞાની ઓળખાય છે.