થાય? –જરૂર થાય. ‘કેટલા વખતમાં?’–કે માત્ર બે ઘડીમાં! કદાચ તને કઠણ લાગે અને
વાર લાગે તોપણ વધુમાં વધુ છ મહિનામાં તો જરૂર આત્માની પ્રાપ્તિ થશે. આ રીતે
આત્મપ્રાપ્તિના અભ્યાસનો વધુમાં વધુ કોર્સ છ મહિના છે. છ મહિનાના એકધારા સાચા
અભ્યાસથી આત્મપ્રાપ્તિ જરૂર થાય છે.
દરકાર છોડીને જે શિષ્ય આત્માનો અનુભવ કરવા તૈયાર થયો તે શિષ્ય કાળના માપ
સામે જોતો નથી કે ‘કેટલો કાળ થયો!’–તે તો અંતરમાં ચૈતન્યને પકડવાના અભ્યાસમાં
ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે, ક્ષણે ક્ષણે ચૈતન્યસ્વભાવ નજીક ને નજીક થતો જાય છે.
આવો ને આવો ધારાવાહી અભ્યાસ ઠેઠ આત્માનો અનુભવ થતાં સુધી તે ચાલુ જ રાખે
છે. આવા અનુભવના અભ્યાસમાં તેને પોતાને જ અંતરમાં પ્રતિભાસે છે કે મારા
ચિદાનંદ સ્વભાવની શાંતિ હવે નીકટમાં જ છે. સુખના સમુદ્રને સ્પર્શીને ઠંડી હવા આવી
રહી છે, હવે સુખનો સમુદ્ર એકદમ પાસે જ છે. આથી આચાર્યદેવે કહ્યું કે: હે ભાઈ! છ
મહિના આવો અભ્યાસ કરવાથી તને પોતાને જ હૃદયમાં ચૈતન્યનો વિલાસ દેખાશે. માટે
બીજી આડીઅવળી અત્યાર– સુધીની અભ્યાસેલી તારી દલીલો એકકોર મૂક અને આ
રીતે અંતરમાં ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર.
રેડાતા... માતાઓ પણ ધર્માત્મા હતી. તેઓ પોતાના બાળકોને આવા ઉત્તમ સંસ્કારો
શીખવતી. અને બાળકો પણ અંતરમાં અભ્યાસ કરીને–અંતરમાં ઊતરીને આઠ આઠ
વરસની ઉંમરમાં આત્માનો અનુભવ કરતા...ભારતમાં ચૈતન્યવિદ્યાનો આવો ધીકતો
ધર્મકાળ હતો...તેને બદલે આજે તો આ ચૈતન્યવિદ્યાનું શ્રવણ મળવું પણ કેટલું દુર્લભ
થઈ પડ્યું છે!! પરંતુ જેને હિત કરવું હોય ને શાંતિ જોઈતી હોય તેણે આ ચૈતન્યવિદ્યા
શીખ્યે જ છૂટકો છે...આ સિવાય જગતની બીજી કોઈ વિદ્યા વડે આત્માને હિત કે
શાંતિનો અંશ પણ મળે તેમ નથી. માટે હે જીવ! ‘આ વાત અમને ન સમજાય...અમને
અઘરું લાગે...અત્યારે અમને ટાઈમ નથી’–એમ નકામું કલબલ કરવાનું છોડ. ને આ
ચૈતન્યના અભ્યાસમાં જ તારા આત્માને જોડ. છ મહિના એકધારો અભ્યાસ કરવાથી
તને જરૂર આત્મજ્ઞાન અને આત્મશાંતિ થશે.