: મહા : ૨૪૯પ આત્મધર્મ : પ :
: સંસાર અનુપ્રેક્ષા:
સંસાર
મિથ્યાત્વ અને કષાય સહિત જીવ એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે,
ફરી ફરીને તે શરીર છોડીને નવું–નવું શરીર ધારણ કરે છે ને પાછો છોડે છે.–આ પ્રમાણે
મિથ્યાત્વ અને કષાયયુક્ત જીવને વારંવાર અનેક શરીરોમાં જે સંસરણ થાય છે તેને
સંસાર કહેવાય છે. (અથવા પરભાવમાં પરિણમવું ને સ્વભાવમાંથી સરી જવું–તેનું નામ
સંસાર છે.)
નરકનાં દુઃખ
જીવ પાપના ઉદયથી નરકમાં ઊપજે છે, ત્યાં તે પાંચ પ્રકારનાં દુઃખો સહે છે,
તેમજ ઉપમારહિત બીજા અનેક દુઃખો સહન કરે છે. (૧) અસુરદેવોથી ઉપજાવેલાં દુઃખ,
(૨) શારીરિક તથા (૩) માનસિક અનેક દુઃખ (૪) ક્ષેત્રથી ઉત્પન્ન દુઃખ તથા (પ)
અન્યોન્યકૃત દુઃખ–એમ પાંચ પ્રકારે તીવ્રદુઃખ નરકમાં છે. ત્યાં શરીરને છેદી–ભેદીને
તલતલ જેવડા ટૂકડા કરે છે, વજા્રગ્નિમાં ઊકાળે છે ને રૂધિરના કુંડમાં ફેંકે છે. એમ અનેક
પ્રકારે જે દુઃખો નરકમાં એકસમયમાં જીવ સહન કરે છે તે બધાનું વર્ણન હજારો જીભવડે
પણ થઈ શક્તું નથી. નરકનું ક્ષેત્ર સ્વભાવથી જ સર્વ પ્રકારે દુઃખદાયક અને અશુભ છે;
તથા નારકી જીવો એકબીજા પ્રત્યે સદાય કુપિત (ક્રોધવાળા) રહે છે. અન્ય ભવમાં જે
સ્વજન હોય તે પણ નરકમાં અત્યંત કોપિત થઈને હણે છે. એ પ્રમાણે નારકી જીવ તીવ્ર
વિપાકવાળાં દુઃખો ઘણા કાળ સુધી ભોગવે છે.
તિર્યંચનાં દુઃખ
તે નરકમાંથી નીકળીને જીવ અનેક પ્રકારની તિર્યંચગતિમાં ઊપજે છે, ત્યાં પણ
ગર્ભનાં તથા છેદનાદિકનાં દુઃખ પામે છે; સિંહ વગેરે તિર્યંચોવડે તે ખવાય છે, દુષ્ટ
મનુષ્યો વડે હણાય છે,–એમ સર્વત્ર ભયથી ત્રાસીને ભયંકર દુઃખો સહન કરે છે. એક
બીજાવડે ભક્ષ્ય થતા તે તિર્યંચો દારૂણ દુઃખ પામે છે.–અરે, જ્યાં માતા જ પુત્રને ખાઈ
જાય છે ત્યાં બીજું કોણ રક્ષા કરે? ત્યાં ઉદરાગ્નિથી ભળભળતો તે જીવ તીવ્ર તરસથી
તરસ્યો અને તીવ્ર ભૂખથી ભૂખ્યો થઈને તીવ્ર દુઃખ પામે છે. એ પ્રમાણે તિર્યંચયોનિમાં
બહુ પ્રકારનાં દુઃખો સહન કરે છે.
મનુષ્યનાં દુઃખ
તિર્યંચમાંથી માંડમાંડ નીકળીને અપૂર્ણ–