Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
* રાગના અવલંબન
વગરનો વીતરાગનો માર્ગ *
* નિશ્ચય સ્વભાવ–આશ્રિત મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* નિજપરમાત્માની ભાવના તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* ઔપશમિકાદિ ભાવો તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* શુદ્ધઉપાદાનકારણ તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* ભાવશ્રુતજ્ઞાન તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* શુદ્ધાત્મ–અભિમુખપરિણામ તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* શુદ્ધાત્માના ધ્યાનરૂપ મોક્ષમાર્ગ છે...
તેમાં રાગનું અવલંબન નથી.
* શુદ્ધોપયોગ તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.
* વીતરાગભાવ તે મોક્ષમાર્ગ છે... તેમાં રાગનું અવલંબન નથી.

–આ રીતે મોક્ષમાર્ગના ભાવમાં ક્યાંય રાગનું અવલંબન નથી, પોતાના પરમ
સ્વભાવનું જ અવલંબન છે. રાગ તે ઉદયભાવ છે, જો તેના આધારે ઉપશમાદિભાવો
થાય તો તે બંને જુદા ન રહે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરસનું ઝરણું છે,
શાંતરસનું સરોવર છે, તેમાં એકાગ્ર થતાં જે દશા પ્રગટી તે જ મોક્ષમાર્ગ છે. આવી
શુદ્ધવસ્તુના અનુભવ વગર ત્રણકાળમાં ભવથી નીવેડો નથી.
અરે, આવો માર્ગ સાંભળીને પણ જીવો પોકાર કરે છે કે અમારો વ્યવહાર ઊડી
જાય છે... પુણ્ય ઊડી જાય છે! પણ જરાક ધીરો થઈને સાંભળ, ભાઈ!–શું રાગ હોય તો
વીતરાગતા થાય? શું વ્યવહારના અવલંબન વડે નિશ્ચય થાય? શું દોષ દ્વારા નિર્દોષતા
પ્રગટે?–અરે, એ કોના ઘરની વાત! રાગથી વીતરાગતા કદી ન થાય; રાગના
અભાવથી વીતરાગતા થાય. નિશ્ચયસ્વભાવના અવલંબને જ નિશ્ચયમોક્ષમાર્ગ થાય.
રાગ તે દોષ છે તેના દ્વારા નિર્દોષતા ન થાય પણ નિર્દોષ સ્વભાવના અનુભવથી જ
નિર્દોષતા થાય. આવો સ્પષ્ટ માર્ગ, તેમાં ક્યાંય ગરબડ ચાલે તેવું નથી.