લક્ષમાં લે...વીતરાગમાર્ગમાં કહેલું જ્ઞાનનું સ્વરૂપ જાણ. તારો
વીતરાગી જ્ઞાનસ્વભાવ જ તને શરણરૂપ છે, બીજું કોઈ નહિ.
ભગવાન અંદર તારા આત્માની સામે એકવાર જો તો ખરો.
પાણીનાં પૂર વહ્યે જતાં હોય ને કાંઠે ઊભોઊભો માણસ સ્થિર આંખે તે જોતો હોય, ત્યાં
કાંઈ તે માણસ પૂરમાં તણાઈ જતો નથી, તેમ પરિણમી રહેલા જગતના પદાર્થોને
તટસ્થપણે જાણનારો આત્મા, તે કાંઈ પરમાં તણાઈ જતો નથી. જગતના પદાર્થોના
કાર્યોના કર્તા તે પદાર્થો પોતે જ છે, આત્મા નહિ. મકાન–ખોરાક–શરીર વગેરે
પુદ્ગલમય પદાર્થો ને જો આત્મા ભોગવે તો આત્મા પણ પુદ્ગલમય થઈ જાય. એ
પુદ્ગલમય પદાર્થો તો જુદા છે, ને તેના તરફની લાગણીઓ પણ જ્ઞાનભાવથી જુદી છે,
જ્ઞાન તે લાગણીઓને પણ કરતું નથી–ભોગવતું નથી. આ શરીરના એક્કેય રજકણને કે
પગ–હાથને આત્મા ચલાવતો નથી, આત્મા તેનો દ્રષ્ટા–સાક્ષી છે.
ઉપાડવાનું કામ સોંપાય નહિ તેમ જ્ઞાનચક્ષુને જગતનાં કે રાગનાં કામ સોંપાય નહિ.
આત્મા જ્ઞાનમૂર્તિ ચૈતન્યપિંડ છે, તેનાં કામ તો ચૈતન્યમય હોય. અજ્ઞાનીઓ ભ્રમણાથી
ચૈતન્યભગવાનને પણ જડનો (શરીરનો) કર્તા–ભોક્તા માને છે, પણ તેથી કાંઈ તે તેને
કરી કે ભોગવી તો શક્તો નથી. ઊંધી માન્યતાનું મિથ્યાત્વ તેને લાગે છે. તેવા જીવને
આચાર્યદેવે આત્માનો સાચો સ્વભાવ સમજાવ્યો છે, –કે જેને અનુભવમાં લેતાં જ પરમ
સુખ અને ધર્મ થાય છે.