અને તેના ભાનરૂપ શુદ્ધ જ્ઞાનપર્યાય, તેમાં ક્યાંય પરનું–રાગનું કર્તા–ભોક્તાપણું નથી.
‘શુદ્ધજ્ઞાન’ કહેતાં સ્વભાવ તરફ ઢળેલી જ્ઞાનપર્યાય. અથવા અભેદપણે તે
જ્ઞાનપર્યાયરૂપે પરિણમેલો જીવ, તેને રાગનું કર્તા–ભોક્તાપણું નથી, ત્રિકાળીવસ્તુમાં
નથી ને તેને અનુભવનારી પર્યાયમાં પણ નથી.
રાગાદિક પણ ઉપાધિભાવો છે, તે સહજ શુદ્ધજ્ઞાનનું કાર્ય નથી.
કર્તૃત્વ–ભોક્તૃત્વ અશુદ્ધઉપાદાનમાં છે, પણ અંર્તદ્રષ્ટિથી જ્યાં શુદ્ધઉપાદાનરૂપે
પરિણમ્યો ત્યાં તે અશુદ્ધભાવોનું કર્તૃત્વ રહેતું નથી.
સાચા આત્મા તરફ વળેલો જીવ તે બધાયથી પોતાને ભિન્ન અનુભવે છે. હું ચૈતન્યસૂર્ય
છું જ્ઞાનપ્રકાશનો પૂંજ છું–એવી અનુભવદશારૂપ પરિણમેલો જીવ તે રાગાદિનો કર્તા–
ભોક્તા થતો નથી. નિર્મળ પર્યાય થઈ તેની સાથે અભેદ જીવ છે, એટલે જેમ નિર્મળ
જ્ઞાનપર્યાયમાં પરભાવનું કર્તા–ભોક્તાપણું નથી તેમ તે પર્યાયરૂપે પરિણમેલો જીવ પણ
પરભાવનો કર્તા–ભોક્તા નથી; શુદ્ધપર્યાયમાં કે અખંડ દ્રવ્યમાં રાગાદિનું કર્તૃત્વ–
ભોક્તૃત્વ નથી. આવા આત્માને ઓળખવો તે જ સાચા આત્માની ઓળખાણ છે, અને
તે જ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે.
આવ્યાં નથી ને તારારૂપ થયાં નથી. જે પોતાનાં નથી છતાં તેનો હું