Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
કર્તા–એમ અજ્ઞાની માને છે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વનું મહાપાપ અનંત દુઃખનું કારણ
છે. શુદ્ધ જ્ઞાતાસ્વભાવી આત્માને પરનો કે રાગનો કર્તા માનતાં પોતાના જ્ઞાતાભાવની
હિંસા થાય છે, ચૈતન્યપ્રાણ હણાય છે, તે જ હિંસા છે.
જ્ઞાની કે અજ્ઞાની કોઈ જીવ પોતાથી ભિન્ન જગતના કોઈ પણ પદાર્થને કરી કે
ભોગવી શકતો નથી. ફેર એટલો છે કે અજ્ઞાની ‘હું કરું–હું ભોગવું’ એમ સ્વ–પરની
એકતાની મિથ્યા માન્યતા કરે છે, ને જ્ઞાની સ્વ–પરની ભિન્નતારૂપ યથાર્થ વસ્તુસ્વરૂપ
જાણે છે, પરની ભિન્નતા ઉપરાંત અહીં તો એમ બતાવવું છે કે શુદ્ધજ્ઞાનની દ્રષ્ટિવાળા
જ્ઞાનીને રાગાદિભાવોનુંય કર્તા–ભોક્તાપણું નથી. આવા શુદ્ધજ્ઞાનની દ્રષ્ટિ થતાં નિર્મળ–
વીતરાગપર્યાય થઈ તેનું નામ ધર્મ, અને તે જ પરમ અહિંસા. ભગવાને આવી
વીતરાગી અહિંસાને પરમધર્મ કહ્યો છે.
પ્રશ્ન:– આમાં અમારે કરવાનું શું આવ્યું?
ઉત્તર:– ભાઈ, આમાં કરવાનું એ આવ્યું કે જડથી ને રાગથી ભિન્ન પોતાનું
ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું દ્રષ્ટિમાં લઈને તેનો અનુભવ કરવો. મોક્ષને માટે આ જ
કરવા જેવું છે. આનાથી વિરુદ્ધ બીજું કાંઈ કરવાનું ચૈતન્યપ્રભુને સોંપવું તે હિંસા છે,
અધર્મ છે.
* ધર્માત્માની ધર્મક્રિયા કેવી છે? *
જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાથી બહારમાં તો કાંઈ કરી શકતો નથી.
અશુદ્ધઉપાદાનપણેય અજ્ઞાની માત્ર રાગને કરે છે, પણ પરને તો અશુદ્ધ ઉપાદાનપણે
પણ નથી કરતો; અને આત્માના ભાનની સાચી ભૂમિકામાં તો ધર્માત્મા રાગાદિનેય
નથી કરતા, અંતરની અનુભવદ્રષ્ટિમાં તો ધર્મી પોતાના અતીન્દ્રિય આનંદને જ ભોગવે
છે. આવું આનંદનું વેદન એ જ ધર્મીની ધર્મક્રિયા છે. આવી ક્રિયા કરે તેને જ્ઞાની
કહેવાય. ધર્મી થતાં પોતાની શાંત જ્ઞાન–આનંદમય વીતરાગદશાને જ તે કરે છે ને તેને
જ ભોગવે છે, –તન્મયપણે વેદે છે.
વ્યવસ્થિત ભાષા નીકળે, ઈચ્છાનુસાર શરીર ચાલે, છતાં તે કાર્યો આત્માનાં
નથી. જે કાર્યમાં જે હોય તેનો તે કર્તા હોય. ભાષામાં આત્મા નથી, ભાષામાં તો
પુદ્ગલનાં રજકણો છે. ભાષાનાં રજકણોની ખાણ તો પુદ્ગલોમાં છે, આત્માની