જ્ઞાયકસ્વભાવ અકારક–અવેદક બતાવ્યો. આવા આત્માનું ભાન થાય તે સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન છે; અને તે ધર્મનું મૂળ છે. લોકો દયાને ધર્મનું મૂળ કહે છે પણ એ તો માત્ર
ઉપચાર છે, દયાદિ શુભપરિણામ એ કાંઈ મોક્ષનું કારણ નથી, એ તો પુણ્યબંધનું કારણ
છે. અહીં તો કહે છે કે જ્ઞાનમાં જેમ હિંસાનો અશુભભાવ નથી, તેમ જ્ઞાનમાં દયાનો
શુભભાવ પણ નથી. શુભ–અશુભભાવ કરવાનું કામ જ્ઞાનને સોંપવું તે તો અજ્ઞાન છે,
તેને જ્ઞાનની ખબર નથી. જેમ પાપભાવ જ્ઞાનનો સ્વભાવ નથી તેમ શુભવિકલ્પ તે પણ
શુદ્ધ જ્ઞાનનું કાર્ય નથી. આ રીતે શુદ્ધજ્ઞાનરૂપે પરિણમતો જ્ઞાની રાગાદિને કરતો નથી,
માત્ર જાણે જ છે. ‘જાણે જ છે’ એટલે કે જ્ઞાનરૂપે જ પરિણમે છે.–કાંઈ પરસન્મુખ
થઈને એને જાણવાની વાત નથી.
વ્યવહારના વિકલ્પોનું કર્તૃત્વ રહેતું નથી; જ્ઞાનમાં કોઈ વિકલ્પનું કર્તૃત્વ નથી,
તેનું ભોક્તૃત્વ નથી, તેનું ગ્રહણ નથી, તે–રૂપ પરિણમન નથી. આવા જ્ઞાનસ્વરૂપ
આત્મા છે તેને ધર્મી જીવ અનુભવે છે. ભગવાને આવા અનુભવને મોક્ષમાર્ગ કહ્યો
છે.–
ઘણાય જીવો આવો અનુભવ કરી કરીને મોક્ષમાર્ગરૂપે પરિણમી રહ્યા છે.
કુંદકુંદાચાર્યદેવે એ