Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
સીમંધર ભગવાનની વાણી સાંભળીને આ ભરતક્ષેત્રમાં પણ એ જ મોક્ષમાર્ગ પ્રસિદ્ધ
કર્યો છે, ને એવો અનુભવ અત્યારે પણ થઈ શકે છે. મોક્ષમાર્ગની રીત ત્રણે કાળે એક
જ છે.
શ્રી ગુરુના ઉપદેશથી આવા મોક્ષમાર્ગરૂપે જે જીવ પરિણમ્યો તેને, તે મોક્ષમાર્ગ
ઉપદેશનારા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ઘણું જ બહુમાન ને વિનયાદિ હોય છે. અને છતાં તે
વિનયાદિ શુભરાગ અને અંતરનું જ્ઞાન એ બંનેના લક્ષણ જુદા છે–એવું જ્ઞાન પણ તે જ
ક્ષણે વર્તે છે; વંદનાદિ વિનય વખતે જ એનું જ્ઞાન અંર્તસ્વભાવમાં નમેલું છે, રાગમાં
નમેલું નથી. શિષ્યને કેવળજ્ઞાન થાય અને તે કેવળજ્ઞાન થયા પછી પણ છદ્મસ્થ ગુરુ
પ્રત્યે વંદનાદિ વિનય કરે–એવો તો માર્ગ નથી; એ તો વીતરાગ થયા, હવે તેને
વંદનાદિનો રાગ કેવો? ઊલટું ગુરુને એમ થાય કે વાહ, ધન્ય છે એને....કે જે પદને હું
સાધી રહ્યો છું તે કૈવલ્યપદ એણે સાધી લીધું. વીતરાગને તો વિકલ્પ હોતો જ નથી, પણ
અહીં તો કહે છે કે–જેને તે પ્રકારનો વિકલ્પ આવે છે એવા જ્ઞાનીને પણ તે વિકલ્પનું
કર્તૃત્વ જ્ઞાનમાં નથી.–આવો જ્ઞાનસ્વભાવ છે, ને આવો વીતરાગનો માર્ગ છે. જેમ
બહારના કણિયા આંખમાં સમાતા નથી તેમ બાહ્યવૃત્તિરૂપ શુભાશુભરાગ તે
જ્ઞાનભાવમાં સમાતા નથી. રાગ તો આકુળતાની ભઠ્ઠી છે ને જ્ઞાનભાવ તો પરમ
શાંતરસનો સમુદ્ર છે, તે જ્ઞાનસમુદ્રમાં રાગરૂપ અગ્નિ કેમ સમાય? જ્ઞાન પોતે રાગમાં
ભળ્‌યા વગર તેનાથી મુક્ત રહીને તેને જાણે છે. આવો જ્ઞાનસ્વભાવ સમ્યગ્દર્શનમાં
ભાસ્યો.
* જ્ઞાન અને રાગ જુદા છે *
જ્ઞાન અને રાગ જુદા છે,–એમ જુદાપણું કહો કે અકર્તાપણું કહો; કેમકે
ભિન્નપણામાં કર્તાપણું ન હોય. પોતાથી ભિન્ન હોય તેને આત્મા જાણે ખરો પણ કરે
નહિ. જેમ કેવળજ્ઞાનમાં વિકલ્પ નથી તેમ સાધકના શ્રુતજ્ઞાનમાં પણ વિકલ્પ નથી;
જ્ઞાનથી વિકલ્પ જુદો છે, એટલે જ્ઞાનમાં તે નથી. કેવળજ્ઞાનની ભૂમિકામાં તો વિકલ્પ છે
જ નહિ, જ્યારે શ્રુતજ્ઞાનની ભૂમિકામાં દેવ–ગુરુની ભક્તિ વગેરે વિકલ્પો છે પણ જ્ઞાની
તેને કરતો નથી, તેને જ્ઞાનથી ભિન્નપણે જાણે છે. એટલે જ્ઞાનીને વિકલ્પ જ્ઞાનના
જ્ઞેયપણે છે પણ જ્ઞાનના કાર્યપણે નથી. જ્ઞાનપણે પરિણમેલો