એક્તા કરે. જેમ આંખ અગ્નિને અડતી નથી, (અડે તો દાઝી જાય) તેમ જ્ઞાનચક્ષુ
શુભાશુભ–કષાયરૂપ અગ્નિને અડતું નથી, જો અડે એટલે કે એકત્વ કરે તો તે
અજ્ઞાન થઈ જાય; માટે જ્ઞાન પરભાવોને અડતું નથી, કરતું નથી, વેદતું નથી,
તન્મય થતું નથી. આવા જ્ઞાનસ્વરૂપ આત્મા તે જ સાચો આત્મા છે. રાગને કરે
એવો આત્મા તે ‘સાચો આત્મા’ નથી, એટલે કે આત્માનું ભૂતાર્થસ્વરૂપ એવું
નથી. શુભરાગ વગેરે વ્યવહારક્રિયા કરતાં કરતાં નિશ્ચય સમ્યક્ત્વાદિ થશે–એમ જે
માને તેણે સાચા આત્માને નથી જાણ્યો પણ રાગને (અનાત્માને) જ આત્મા
માન્યો છે, તે મોટો ખોટો છે (–મિથ્યાદ્રષ્ટિ છે). સત્ય એવા ભૂતાર્થ આત્માને
જાણ્યા વગર સમ્યગ્દર્શન ન થાય, સમ્યગ્દર્શન વગર ચારિત્રદશા (મુનિપણું) ન
હોય, ને ચારિત્રદશા વગર મોક્ષ ન હોય. ચારિત્ર (મુનિદશા વગર તો સમ્યગ્દર્શન
હોઈ શકે, પણ ચારિત્રદશા સમ્યગ્દર્શન વગર કદી હોઈ શકે નહિ. માટે મોક્ષાર્થિએ
સાચા આત્માનો નિર્ણય કરીને સમ્યગ્દર્શન કરવું જોઈએ.
ઓળખીને તેનું શરણ ન લીધું તો ચારગતિમાં ક્યાંય તને શરણ નહિ મળે. તું બહારથી
કે રાગથી ધર્મ મનાવી દે તેથી કદાચ જગતના અજ્ઞાનીઓ છેતરાશે ને તેઓ તને માન
આપશે, પણ ભગવાનના માર્ગમાં એ વાત નહિ ચાલે, તારો આત્મા તને જવાબ નહિ
આપે, રાગથી ધર્મ માનતાં તારો આત્મા છેતરાઈ જશે, સત્ નહિ છેતરાય, સત્ તો જેવું
છે તેવું જ રહેશે. તું બીજું માન તેથી કાંઈ સત્ ફરી નહિ જાય. રાગને તું ધર્મ માન તેથી
કાંઈ રાગ તને શરણ નહિ આપે. ભાઈ! તને શરણરૂપ ને સુખરૂપ તો તારો
વીતરાગસ્વભાવ છે, બીજું કોઈ નહિ. ભગવાન! તારા અંતરમાં બિરાજમાન આવા
આત્માને એકવાર જો તો ખરો.