Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
* લાઠીના શેઠશ્રી તલકચંદ અમરચંદ ભાયાણી તા. ૨૭–૧–૬૯ નારોજ
સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ લાઠી જૈનસંઘના એક આગેવાન વડીલ હતા, ને ગુરુદેવનો
અવારનવાર લાભ લેતા, તથા ભજનદ્વારા પોતાની ઊર્મિ વ્યક્ત કરતા. સ્વર્ગવાસની
આગલી સાંજે પણ પોતાના હાથે એક ભજનની પંક્તિઓ લખીને ગુરુદેવ પ્રત્યે ભક્તિ
વ્યક્ત કરી હતી.
* લાડનૂવાળા શેઠશ્રી ગજરાજજી ગંગવાલ (વછરાજજી શેઠના ભાઈ) જયપુર
મુકામે તા. ૨૬–૧–૬૯ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. જૈનસમાજમાં તેઓ એક
આગેવાન હતા; પૂ. ગુરુદેવ તીર્થયાત્રામાં લાડનૂ–માંગીતૂંગી તથા કલકત્તા પધાર્યા ત્યારે
તેમણે સ્વાગતમાં આગેવાનીભર્યો ભાગ લીધો હતો ને ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ હતો.
* જયપુરના પં. શ્રી ચૈનસુખદાસજી ન્યાયતીર્થ તા. ૨પ–૧–૬૯ ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા છે. ત્રણ દિવસ અગાઉ તો તેમની જન્મજયંતિ હતી. જયપુર
સમાજમાં તેઓ પ્રસિદ્ધ સુધારક વિદ્વાન હતા, સં. ૨૦૨૩માં ગુરુદેવ જયપુર પધાર્યા
ત્યારે ગુરુદેવનો પ્રભાવ દેખીને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
* દિલ્હીના વયોવૃદ્ધ પં. શ્રી જુગલકિશોરજી મુખ્તાતાર પણ ગતમાસમાં
સ્વર્ગવાસ પામી ગયા. તેમને ઐતિહાસિક સંશોધનનો શોખ હતો, અષાડ વદ એકમનો
દિવસ ‘વીરશાસનજયંતિ’ તરીકે વિશેષ પ્રચારમાં લાવવામાં તેમનો પણ પ્રયાસ હતો.
* રાજકોટના ભાઈશ્રી વિકમશી કાલીદાસ સંઘવી તે (ચંદુલાલભાઈ તથા
જમનાદાસભાઈના પિતાજી) તા. ૧૭–૧–૬૯ નારોજ સ્વર્ગવાસ પામ્યા છે.
* વડોદરાવાળા કેશવલાલ ત્રિભુવનદાસના ધર્મપત્ની શ્રી રૂક્ષ્મણીબેન
(અજયકુમારના દાદીમા) તા. ૨૯–૧–૬૯ ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે.
* જામનગર મુકામે પુનાતર જમનાદાસ તલકસી માહ સુદ ૯ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ જિનશાસનના શરણે આત્મહિત પામો.
અશરણ એવા આ સંસારમાં એક ધર્મ જ જીવને શરણરૂપ છે.