ભાઈ, તે કદી તારા સાચા સ્વરૂપનો વિચાર જ કર્યો નથી કે અરે, હું કોણ છું?
કરવા મારે શું કરવું જોઈએ? મારામાં એવું ક્યું વસ્તુસ્વરૂપ છે કે જેની સન્મુખ જોતાં
દુઃખ ટળે ને સુખ પ્રગટે? દુઃખમાંથી તો કાંઈ સુખ ન આવે; તો દુઃખ વગરનું એવું ક્યું
તત્ત્વ છે જેમાંથી મને સુખ મળે? –આ પ્રમાણે સ્વતત્ત્વનો સાચો વિચાર (એટલે કે
સ્વસન્મુખ વિચાર) કરે તો સમ્યગ્જ્ઞાન થાય. અરે, આવા ઉપાયથી દેડકા જેવા
આત્માઓ પણ આત્મજ્ઞાન પામીને મોક્ષમાર્ગે ચડી ગયા; ને આ ઉપાય વિના
મંદકષાયપૂર્વક બહારમાં હજારો રાણીઓ ને રાજપાટ છોડીને દ્રવ્યલિંગી સાધુ થવા છતાં
આત્મજ્ઞાન ન પામ્યા. જગતમાં ભલે એ મહાત્મા તરીકે પૂજાતો હોય, પણ અંદર પોતે
મહાન–આત્મા રાગદ્વેષ વગરનો આનંદકંદ છે–તેના ભાન વગર એના ભવભ્રમણનો
અંત નહિ આવે. વીતરાગદેવે કહેલી વાસ્તવિક પદાર્થની વ્યવસ્થાઅનુસાર આત્માનો
કાયમી સ્વભાવ શું ને પલટતો ભાવ શું–તેને જાણ્યા વગર જીવની અવસ્થામાં
સમ્યક્ત્વાદિનું પરિણમન થતું નથી એટલે કે ધર્મ થતો નથી.
લક્ષમાં આવશે? ચેતનામૂર્તિ આત્માને જડ–દેહાદિ સાથે તો કદી એકતા થઈ નથી. દેહમાં
અનંતા રજકણો છે ને તેમાંનો દરેક રજકણ દ્રવ્યપણે ધ્રુવ રહીને પોતાની પર્યાયરૂપે
સ્વયં પલટાયા કરે છે.–આત્મા તેને કરતો નથી. દેહથી ભિન્ન ભગવાન આત્મા પણ
અનંતગુણનો પિંડ સત્ વસ્તુ છે, તે દ્રવ્યપણે ધ્રુવ રહીને ક્ષણેક્ષણે પોતાની પર્યાયરૂપે
સ્વયં પલટાયા કરે છે. –તેનું કારણ કોઈ બીજું નથી. રાગપરિણામ હો કે
વીતરાગપરિણામ હો, તે પરિણામ પોતાની પર્યાયથી જ છે, તેનું કારણ બીજું કોઈ
નથી. સત્દ્રવ્ય ને સત્પર્યાય બંને થઈને આખી સત્વસ્તુ છે. આવી સત્વસ્તુનો વિચાર
કરીને તેનું સાચું જ્ઞાન કરવું જોઈએ.