તા. ૪–૧–૬૯
ધર્મશાળા ઉપરએક માળ બનાવવાની યોજના વિચારવામાં આવી છે. જે ભાઈ–બહેન
રૂા. ૪૦૦૦) નું દાન આપશે તેમના નામનો એક રૂમ બનાવીને તેમાં દાતાના નામની
તકતી લગાડવામાં આવશે. એક રૂમ માટે બે વ્યક્તિઓ મળીને પણ દાન આપી શકે છે.
તે ઉપરાંત નાની–નાની રકમો પણ સ્વીકારવામાં આવશે; અને એવા દાતાઓના નામ
બોર્ડ ઉપર લખવામાં આવશે. યોજનાની શરૂઆત થઈ ચૂકી છે. પહેલા રૂમ માટે શ્રી
નવનીતલાલ ચુનીલાલ જવેરી (પ્રમુખ–શ્રી દિ. જૈન સ્વા. મં. ટ્રસ્ટ) તરફથી રૂા.
૪૦૦૦) ચાર હજારની તથા બીજા એક રૂમ માટે ખંડવા નિવાસી શ્રી રાયસાહેબ
પ્રેમચંદજી ચંપાલાલજી તરફથી તેમના ધર્મપત્ની સ્વ. માણેકબાઈના સ્મરણાર્થે રૂા.
૪૦૦૦) ચાર હજારની જાહેરાત કરવામાં આવી છે. રૂમની માલિકી ટ્રસ્ટની રહેશે; પણ
દાતાઓના સગા–સંબંધીઓ માટે ઊતરવામાં પ્રથમ પસંદગી આપવામાં આવશે.