Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 45

background image
: ફાગણ : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
તારા પગલે પગલે નાથ!
ઝરે છે આતમરસની ધાર
પૂ. ગુરુદેવની સાથે સોનગઢથી મુંબઈ સુધીના આનંદકારી મંગલવિહારના
કેટલાંક મધુર સંભારણા અહીં રજુ થશે. સ્વયં કલ્યાણકારી, અને કલ્યાણક
પ્રસંગોએ વિહાર કરી રહેલ ગુરુદેવનો પ્રભાવ કોઈ અલૌકિક છે. જ્યાં એમની
હાજરી હોય ત્યાં નાનકડા સમવસરણ જેવું વાતાવરણ ખડું થઈ જાય છે. ઠેર ઠેર
હજારો જીવો, તેમના ઉપદેશનું અંતરંગ હાર્દ સમજે કે ન સમજે તોપણ, એક કલાક
સતત વહેતી અધ્યાત્મરસધારાના અનેરા વાતાવરણ વચ્ચે બેસીનેય ચિત્તની
અનેરી શાંતિ અનુભવે છે ને પ્રભાવિત થાય છે. ને અંદરનું હાર્દ જે સમજે–એવા
વિરલ જીવોની તો વાત અલૌકિક છે. આવા પ્રભાવશાળી ગુરુદેવની સાથે ને સાથે
રહીને, નિરન્તર ઉપદેશ ઝીલીને તેનું આલેખન કરતાં આત્મા કૃતાર્થતા અનુભવે
છે...ને આ રીતે ઠેઠ સિદ્ધાલય સુધી ગુરુદેવની સાથે જ રહેવાનું છે. –બ્ર. હ. જૈન
માહ વદ છઠ્ઠ સોનગઢ (તા. ૮–૨–૬૯) ની વહેલી સવારમાં વિદેહીનાથ
સીમંધરપ્રભુના ભાવથી દર્શન કર્યા, ત્યારબાદ માંગળિક સંભળાવીને ગુરુદેવે કહ્યું કે આ
આત્માને પંચપરમેષ્ઠી ભગવંતોનું શરણ છે–તે શરણ વ્યવહારથી છે; નિશ્ચયથી પોતાનો
ધ્રુવઆત્મા ‘પાંચ બોલે પૂરો પ્રભુ’ –તે જ પોતાનું શરણ છે. આત્મા જ્ઞાનદર્શનસ્વરૂપ છે;
તે સ્વધર્મથી અભિન્ન, અને પરદ્રવ્યોથી ભિન્ન છે તેથી એક છે; એક હોવાથી શુદ્ધ છે,
શુદ્ધ હોવાથી ધ્રુવ છે; અને ધ્રુવ હોવાથી તે જ શરણ છે. આવા આત્માને બીજા કોઈનું
અવલંબન નથી. આવા પાંચ બોલે પૂરા પ્રભુને જાણીને આત્મસ્વભાવનું અવલંબન લેવું
તે સાચું શરણ છે, તે સાચું મંગળ છે, –આવા મંગળપૂર્વક ગુરુદેવે પ્રસ્થાન કર્યું.
સ્વાધ્યાય મંદિરમાંથી બહાર નીકળતાં પગથિયા પાસે ક્ષણવાર થંભી ગયા..ને ઊંચે
નજર કરીને દર્શન કર્યા. –કોનાં? વહાલા વિદેહીનાથના ઊંચે આકાશમાં...માનસ્તંભ ઉપર
બિરાજમાન સીમંધરનાથના દર્શન કરીને મંગલપ્રસ્થાન કર્યું...રસ્તામાં પણ એ જ ‘પાંચ
ભાવે પૂરા મહાન આત્મા’
નું રટણ કરતા કરતા બોટાદ આવી પહોંચ્યા...ત્યાં ભગવાન
શ્રેયાંસનાથના દર્શન કરીને, અને બોટાદના ભક્તજનોને આનંદિત કરીને તરત પ્રસ્થાન
કર્યું...થોડીવારે રાણપુર આવી પહોંચ્યા, ભક્તોએ ઉમંગથી સ્વાગત કર્યું...ભગવાન
મહાવીરપ્રભુનાં દર્શન કરીને ગુરુદેવે માંગળિક સંભળાવ્યું. બપોરે