Atmadharma magazine - Ank 305
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 45

background image
: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
પ્રવચનમાં સમયસારમાંથી પહેલો મંગળ શ્લોક नमः समयसाराय...વાંચ્યો તેમાં કહ્યું કે
ભાઈ! જેને જાણતાં જાણનારને આનંદ થાય એવો તો આ આત્મા છે. આત્મા અંતર્મુખ
થઈને જ્યારે પોતે પોતાને જાણે છે ત્યારે તેને સાચું જ્ઞાન અને સુખ છે. અરે, પોતે
પોતાને ન જાણે–એને સુખ કેવું? ને જ્ઞાન કેવું? બાપુ! આવો અવસર મળ્‌યો તેમાં
આત્માને જાણવા જેવું છે. ધ્રુવઅવિનાશી સ્વભાવના અવલંબને મોક્ષપુરી તરફ ચાલ્યો
જતો મોક્ષનો મુસાફર જીવ, વચ્ચે ઝાડની છાયાની માફક સંસર્ગમાં આવતા રાગાદિ
પરભાવો–તેને તે પોતાના માનતો નથી, તે છાયારૂપે (રાગરૂપે) હું થઈ ગયો એમ તે
માનતો નથી પણ જ્ઞાનસ્વભાવે ધ્રુવ રહેનાર હું છું–એમ તે અનુભવે છે. આવો અનુભવ
ને આવું જ્ઞાન તે આનંદકારી છે, એ સિવાય બીજે ક્યાંય આનંદ નથી; સંયોગો તો બધા
જીવને માટે અધ્રુવ છે, તેનું શરણ નથી.
માહ વદ ૭ ને રવિવાર (તા. ૮) ના રોજ ગુરુદેવ રાણપુરથી અમદાવાદ
પધાર્યા; અમદાવાદના અને ગુજરાતના મુમુક્ષુઓએ ઉમંગભેર ગુજરાતના પાટનગરમાં
ભવ્ય સ્વાગત કર્યું...સ્વાગતમાં બે હાથી હતા. વચ્ચે જિનમંદિરમાં દર્શન કર્યા ને પછી
સારંગપુરમાં (પારસનગરમાં) ભવ્ય પ્રતિષ્ઠામંડપ વચ્ચે મંગલ સંભળાવતાં કહ્યું કે હે
ધર્મજિનેશ્વર! એટલે પરમાર્થે અતીન્દ્રિય જ્ઞાન–આનંદથી ભરેલો આત્મા, તારો મન રંગ
લાગ્યો છે, તે રંગમાં ભંગ પડવાનો નથી; આત્માનો રંગ લગાડીને તેને સાધવા જાગ્યો
તેમાં હવે વચ્ચે બીજો રંગ લાગવાનો નથી, એ અમારી ટેક છે, તીર્થંકરોના કૂળના અમે,
અમારી ટેક છે કે ચૈતન્યના રંગમાં વચ્ચે બીજો રંગ લાગવા દ્યે નહીં. આમ
અપ્રતિહતભાવરૂપ મંગલાચરણ કર્યું.
શહેરના ભરચક લત્તા વચ્ચે પ્રતિષ્ઠા–મહોત્સવ માટેનો મંડપ ઘણો વિશાળ હતો.
જિનમંદિર (જેનું બાંધકામ હજી ચાલુ છે ને કુલ છ લાખ રૂા. ના ખર્ચનો અંદાજ છે–)
તે પણ શહેરના ભરચક લત્તા વચ્ચે ઘણું વિશાળ છે. સવારે કર્તાકર્મ–અધિકાર ઉપર
પ્રવચનો થતા, અને બપોરે પદ્મનંદીપચ્ચીસીમાંથી ઋષભજિનસ્ત્રોત ઉપર પ્રવચનો
થતા. શરૂમાં રાત્રે તત્ત્વચર્ચા પણ થતી; પ્રવચનમાં તેમજ ચર્ચામાં પાટનગરની જનતા
હજારોની સંખ્યામાં લાભ લેતી હતી. અને પંચકલ્યાણક ઉત્સવ નજરે નીહાળવા સૌ
આતૂરતાથી રાહ જોતા હતા. અંતે માહ વદ તેરસ આવી...ને પંચકલ્યાણકની મંગલ
વધાઈ લાવી.