: ૪૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯પ
થયું સાંજે જિનેન્દ્રઅભિષેકપૂર્વક તે પૂજનવિધાન પૂર્ણ થયું. રાત્રે બાલવિભાગના
સભ્યોએ સંવાદ દ્વારા તાત્ત્વિક ચર્ચા રજુ કરી હતી.
માહ વદ ૧૪ ના પ્રભાતમાં મંગલસૂચક નાંદિવિધાનની વિધિ થઈ. આ વિધિમાં
સૌ. મુક્તાબેન (કે જેઓ તીર્થંકરના માતાજી થયા હતા) તેમના હસ્તે પ્રતિષ્ઠાવેદી ઉપર
મંગલકુંભનું સ્થાપન થયું. ત્યારબાદ ગુરુદેવના આશીર્વાદપૂર્વક માતા–પિતા તથા ઈન્દ્રો
અને કુબેરની પ્રતિષ્ઠા થઈ. ગુરુદેવે પ્રસન્નતાપૂર્વક મંગલ સંભળાવીને આશીર્વાદ
આપ્યા. પ્રતિષ્ઠામહોત્સવમાં કુલ ૧૬ ઈન્દ્રો તથા ઈન્દ્રાણીઓની સ્થાપના થઈ હતી–જેમાં
પ્રથમના બે ઈન્દ્રો (સૌધર્મ તથા ઈશાન ઈન્દ્ર) ભાઈશ્રી પુનમચંદ મલુકચંદ તથા
જયંતિલાલ નથુભાઈ હતા; સમુદ્રવિજયજી પિતા અને શિવાદેવી માતા તરીકે નું
સૌભાગ્ય ભાઈશ્રી નવલચંદ જગજીવન (સોનગઢ) તથા સૌ૦ મુક્તાબેનને મળ્યું હતું.
ગુરુદેવના પ્રવચન બાદ ભાઈશ્રી નવલચંદભાઈએ તથા મુક્તાબેને સજોડે આજીવન
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ ઈન્દ્રપ્રતિષ્ઠાનું ભવ્ય સરઘસ નીકળ્યું અને ઈન્દ્રોએ
જિનેન્દ્ર ભગવાનની પૂજા કરી. બપોરે મૃત્તિકાનયન તથા અંકુરારોપણ વિધિ થઈ. રાત્રે
બાલવિભાગના સભ્ય બહેનોએ જ્ઞાન–વૈરાગ્યભાવના સૂચક નાટક રજુ કર્યું હતું.
માહ વદ અમાસની સવારે પ્રવચન પછી ઈન્દ્રોએ નવ દેવતાનું પૂજન
(યાગમંડલવિધાન) કર્યું હતું,–તેમાં અરિહંત (ત્રણ ચોવીસીના તીર્થંકરો તેમજ વિદેહના
વીસ તીર્થંકરો) સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જિનાલય, જિનબિંબ, જિનવાણી ને
જિનધર્મ એ નવ દેવોનું પૂજન કર્યું હતું. બપોર પછી જિનમંદિરની શુદ્ધિ માટેનું જલ
ભરવાની જલયાત્રા નીકળી હતી, ને રાત્રે ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયાનાં દ્રશ્યો થયા હતા.
પંચકલ્યાણક નેમિનાથ ભગવાનના થયા હતા. પ્રથમ મંગલાચરણ, બાદ
જયંતવિમાનમાં નેમિનાથપ્રભુનો જીવ બિરાજે છે તે દ્રશ્ય થયું હતું; ત્યાં છ માસ આયુ
બાકી રહેતાં માતાપિતાને આંગણે દેવો દ્વારા રત્નવૃષ્ટિ, કુમારીદેવીઓ દ્વારા માતાજીની
સેવા, ઈન્દ્રો દ્વારા માતાપિતાનું બહુમાન, માતાજીને ૧૬ મંગલ સ્વપ્નો દ્વારા તીર્થંકરના
અવતરણની આગાહી વગેરે દ્રશ્યો થયા હતા. આ મંગલ પ્રસંગ નીહાળવા
પારસનગરમાં દસેક હજાર માણસો એકઠા થતા હતા.
ફાગણ સુદ એકમની સવારે માતાજી સાથે કુમારીદેવીઓની તત્ત્વચર્ચા, ૧૬
મંગલસ્વપ્નોનું સર્વોત્તમ ફળ, સમુદ્રવિજય મહારાજાની સભામાં આનંદ, ને ઈન્દ્રલોકમાં
પણ આનંદ વગેરે ભાવો દેખાડવામાં આવ્યા હતા. બપોરે જિનમંદિરની વેદીશુદ્ધિ, ધ્વજ–
કળશ શુદ્ધિ, મંદિર શુદ્ધિ થઈ હતી.
(બાકી આવતા અંકે)