Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 44

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
કહીને તેને પ્રત્યક્ષજ્ઞાતા કહ્યા. આત્મા પોતે ઈંદ્રિયોની અપેક્ષા વગર, મનના કે વિકલ્પના
અવલંબન વગર સ્વભાવથી જ સ્વસંવેદનવડે પોતાને જાણે છે.
ઉપયોગ તે આત્માનું ચિહ્ન છે. તે ઉપયોગ નામના લક્ષણમાં જ્ઞેયોનું અવલંબન
નથી, પણ તે ઉપયોગ આત્માને જ અવલંબીને કામ કરે એવો તેનો સ્વભાવ છે.
ઉપયોગવડે બહારનું ઘણું જાણ્યું કે ઘણા શાસ્ત્રો વાંચ્યા માટે હવે ઉપયોગને અંતરમાં
વાળવાનું સહેલું પડશે–એમ નથી. ઉપયોગને આત્માનું જ અવલંબન છે; એકલા શાસ્ત્રના
અવલંબનવાળો ઉપયોગ તે ખરો ઉપયોગ નથી. તેમાં પરાવલંબન છે, તેમાં ઉપયોગની
હાની છે. ઉપયોગ પોતાનો ને અવલંબન કરે પરનું–તો એવા ઉપયોગને આત્માનો ઉપયોગ
કોણ કહે? ઉપયોગ અંતરમાં વાળીને આત્મદ્રવ્યનું અવલંબન કરે તે જ ખરો ઉપયોગ છે.
તેમાં જ આત્માનું ગ્રહણ છે. આત્માનું ઘર છોડીને એકલા પરઘરમાં જ ફરે–તો એવી
પરિણતિને શાસ્ત્રો બાહ્ય બુદ્ધિ કહે છે. ભાઈ, ઉપયોગને અંતરમાં વાળ્‌યા વગર ત્રણ કાળમાં
સમ્યગ્દર્શન થતું નથી, પણ એકલા શાસ્ત્રના અભ્યાસથી જે ધર્મ માની લેતો હોય, –ને
ઉપયોગને અંતરમાં વાળવાનો ઉદ્યમ ન કરતો હોય–તો તેને કહે છે કે ઊભો રહે, –એમ
એકલા શાસ્ત્ર તરફના ઉપયોગથી ધર્મ નહિ થાય; ઉપયોગને અંતરમાં વાળીને આત્માને
લક્ષમાં લીધા વગર કદી ધર્મ થાય નહીં. ઉપયોગને અંતરમાં પણ ન વાળે ને શાસ્ત્રનો
અભ્યાસ પણ છોડી દ્યે તો તો સ્વચ્છંદી થઈને અશુભમાં જશે. ભલે એકલા શાસ્ત્રથી અંતરમાં
નથી જવાતું પણ જેને આત્માના અનુભવનો પ્રેમ હોય તેને તેના અભ્યાસ માટે શાસ્ત્રાભ્યાસ,
ઉપદેશશ્રવણ વગેરેનો પણ પ્રેમ આવે છે. બન્ને પડખાંનો વિવેક કરવો જોઈએ.
ઉપયોગને પરાલંબનથી છોડાવીને, અંતરમાં ચૈતન્યના અવલંબને પૂર્ણતા સાધી.
ભગવાન વીરે આ કામ કર્યું ને જગતને પણ એ જ સન્દેશ આપ્યો. અહો, અનાદિના વિકારનો
અંત કરી નાખ્યો; ને અપ્રતિહત નિર્મળ દશા પ્રગટ કરી. જે સદાકાળ સ્વાલંબને એમ ને એમ
અનંત–અનંતકાળ ટકી રહેશે. આવું ભગવાન વીરે કર્યું ને તેનો જ ઉપદેશ આપ્યો. આ રીતે
મોક્ષને સાધીને મોક્ષનો પંથ બતાવ્યો તેથી ભગવાનનો ઉત્સવ ઉજવાય છે.
વીરપ્રભુએ ઉપયોગને અંતર્મુખ કરીને, આત્મિક વીરતા વડે મોક્ષદશા સાધી, અને
ઉપદેશમાં પણ એ જ માર્ગની હાકલ કરી, કે હે જીવો! તમારા ઉપયોગને અંતરમાં વાળીને
આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષ કરો. આ જ વીરનો માર્ગ છે.
जय महावीर