: ૨૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
આ રીતે ભગવાન આત્માનું પરિવર્તન થયું; અનાદિનો સંસારભાવ છૂટીને અપૂર્વ
સિદ્ધભાવ પ્રગટ થયો. એવા પરિવર્તનનો આજનો દિવસ છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવને મહાવીરપરમાત્માનો સીધો પ્રત્યક્ષ સંબંધ થયો ન હતો,
પરોક્ષભક્તિ હતી ને સીમંધરપરમાત્માનો તો સાક્ષાત્ પ્રત્યક્ષયોગ થયો હતો. અહો,
પંચમકાળે આ ક્ષેત્રના જીવને બીજા ક્ષેત્રના તીર્થંકરનો સાક્ષાત્ ભેટો થાય એ પાત્રતા
કેટલી! ને કેટલા પુણ્ય! એવા આચાર્યભગવાને તીર્થંકરપરમાત્માની વાણી ઝીલીને આ
શાસ્ત્ર રચ્યું છે. તેમાં આત્માનું સ્વસંવેદન કેમ થાય તે વાત આ ૧૭૨ મી ગાથામાં
અલૌકિક રીતે બતાવી છે. અલિંગગ્રહણના વીસ બોલમાંથી આજે છઠ્ઠો બોલ ચાલે છે.
અતીન્દ્રિય ચિદાનંદમૂર્તિ ભગવાન આત્મા ઈંદ્રિયોથી જાણનારો નથી, તેમ જ તે
ઈંદ્રિયોવડે જણાય તેવો નથી; ઈદ્રિયગમ્ય ચિહ્નો વડે પણ તે જણાતો નથી, એકલા
અનુમાનવડે પણ તે જણાતો નથી, તેમ જ પોતે એકલા અનુમાનવડે બીજાને જાણે–એવો
પણ નથી. લિંગથી એટલે ઈંદ્રિયોથી–વિકલ્પોથી કે એકલા અનુમાનથી નહિ પણ પ્રત્યક્ષ
સ્વસંવેદનથી જાણનાર એવો પ્રત્યક્ષજ્ઞાતા આત્મા છે, પહેલાં પાંચ બોલમાં ઈંદ્રિયો કે એકલું
અનુમાન વગેરે વ્યવહાર કાઢી નાખ્યો, ને આ છઠ્ઠા બોલમાં હવે પ્રત્યક્ષજ્ઞાતા કહીને
અસ્તિથી વાત કરી છે.
વર્તમાન પર્યાયની સ્ફુરણામાં સ્વભાવના નિર્ણયનું જોર ન આવે ત્યાંસુધી તે
અંતર્મુખ થઈ શકે નહિ. સ્વસંવેદનથી સ્વયં પ્રકાશે એવો સ્વયંપ્રકાશી આત્મા છે. ભાઈ,
ચૈતન્યનો મહિમા ઘૂંટતા ઘૂંટતા તારા નિર્ણયમાં એમ આવે કે અહો! મારી આ વસ્તુ જ
સ્વયં પરિપૂર્ણ–જ્ઞાનાનંદસ્વરૂપ છે,–આવા નિર્ણયથી અંતર્મુખ થતાં સ્વસંવેદનવડે આત્મા
પ્રત્યક્ષજ્ઞાતા થઈ જાય છે;–એનું નામ સમ્યગ્દર્શન છે, તે પૂર્ણતાના પંથે ચડયો, તેણે
પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો, તે વીરના માર્ગે વળ્યો, આ છે ભગવાન મહાવીરનો સન્દેશ!
ભાઈ, બહારનું બધું એકવાર ભૂલી, અંતરવસ્તુનો નિર્ણય કરવામાં એવું જોર લાવ
કે દ્રષ્ટિ અંતરમાં વળેેે...સ્વભાવનું ઘણું ઘણું માહાત્મ્ય અને અધિકાઈ લક્ષમાં લેતાં તે
અનુભવમાં આવે–એનું નામ ધર્મ છે. આ સિવાય બીજા ઝગડામાં રૂકાવટ થાય તે
મોક્ષપંથમાં આડખીલીરૂપ છે. તારા જ્ઞાન ને આનંદનું તને પ્રત્યક્ષ વેદન થાય–તે ન જણાય
એવું નથી, પ્રત્યક્ષજ્ઞાતા થઈને આત્મા પોતે સ્વસંવેદનથી પોતાને જાણે છે. પહેલા બોલમાં
ઈંદ્રિયો વગેરેનો નિષેધ કરીને છઠ્ઠા બોલમાં સ્વભાવવડે આત્મા જાણે–એમ