: ૨૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ત્યારે માથું કંપવા લાગે છે–જાણે કે શરીર કંઈ કામ કરવાની ના પાડતું હોય! (આ રીતે મૂઢ
જીવ આત્માના હિતનો ઉપાય કર્યા વગર મનુષ્યભવ ગુમાવે છે.)
(૬) જ્યારે મરણ આવે ત્યારે જોર ચાલતું નથી, બોલી પણ શકતો નથી, એટલે
મનની વાત સંજ્ઞા કરી કરીને બતાવે છે. એમ કુમરણે મરીને જો મંદકષાય હોય તો
ભવનવાસી–વ્યંતર કે જ્યોતિષી એવા હલકા દેવમાં ઊપજે છે; ત્યાં બીજા મોટા દેવની
સંપદા દેખીને ખૂબ ઝૂરે છે અથવા વિષયોની રતિમાં જ કાળ ગુમાવે છે. આયુષના અંતમાં
તેની મંદારમાળા કરમાઈ જાય છે તે દેખીને જીવ ઘણો જ પસ્તાય છે. ને આર્ત્તધ્યાનપૂર્વક
દેવલોકમાંથી ચવીને સ્થાવર (–એકેન્દ્રિય) થાય છે.
(૭) એ પ્રમાણે અજ્ઞાનથી સંસારમાં રખડતાં જીવે અનંતકાળ સુધી પંચપરાવર્તન
કર્યા ને અનંત દુઃખ પામ્યો. તેમાં કાળલબ્ધિથી જિન....ગુરુઓની કૃપાથી જ્યારે આત્મા
પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે તે બુધજન ભવસમુદ્રને તરીને નિર્વાણરૂપ સિદ્ધપદમાં
પહોંચી જાય છે.
અહો, આ તો ખરેખરી પ્રયોજનભૂત,
સ્વાનુભવની ઉત્તમ વાત છે. સ્વાનુભવની આવી
સરસ વાર્તા પણ મહાભાગ્યે જ સાંભળવા મળે છે,
ને એ અનુભવદશાની તો શી વાત!
મોક્ષમાર્ગનું ઉદ્ઘાટન નિર્વિકલ્પ–સ્વાનુભવ
વડે થાય છે.
આત્માનો સ્વાનુભવ થતાં સમકિતી જીવ
કેવળજ્ઞાની જેટલો જ નિઃશંક જાણે છે કે આત્માનો
આરાધક થયો છું ને પ્રભુના માર્ગમાં ભળ્યો છું,
સ્વાનુભવ થયો ને ભવકટી થઈ ગઈ; હવે અમારે
આ ભવભ્રમણમાં રખડવાનું હોય નહિ. –આમ
અંદરથી આત્મા પોતે જ સ્વાનુભવના પડકાર
કરતો જવાબ આપે.