: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
તારા પગલે પગલે નાથ! ઝરે છે આતમરસની ધાર
(૨)
પૂ. ગુરુદેવ સાથેના મંગલ પ્રવાસનાં મધુર સંભારણા અહીં રજુ
થાય છે. અહા! જ્યારે તીર્થંકર ભગવંતો વિચરતા હતા અને તેમની સાથે
અનેક સાધકોનો સંઘ વિહરતો હતો–એ દ્રશ્યો ને એ ભાવો કેવા હશે! એની
મધુરી યાદી ગુરુદેવ સાથેના વિહારમાં જાગે છે. માહ વદ છઠ્ઠે સોનગઢથી
મંગલ પ્રસ્થાન કર્યા પછી રાણપુર થઈને અમદાવાદ પધાર્યા ને ત્યાં
અત્યંત આનંદકારી પંચકલ્યાણક–મહોત્સવ થયો. તેનું કેટલુંક વર્ણન
ગતાંકમાં આવ્યું છે. ત્યાર પછીનું અમદાવાદનું તેમજ રણાસણ વગેરેનું
વર્ણન અહીં રજુ થાય છે. –બ્ર. હ. જૈન
અમદાવાદ શહેર.....ગુજરાતનું પાટનગર......સવાલાખ જેટલા જૈનોથી
શોભતી આ નગરી જિનેન્દ્રભગવાનના કલ્યાણકો વડે વિશેષ શોભી ઊઠી. અને
પાટનગરનું આ જિનાલય પણ અદ્ભુત છે, તેમાંય વિશાળ જિનબિંબોની વીતરાગી
પ્રભા જિનાલયની ભવ્યતામાં ઓર ઉમેરો કરે છે. આવા જિનમંદિરની શુદ્ધિ
ધર્માત્માઓના સુહસ્તે ફાગણ સુદ એકમે થઈ.
ફાગણ સુદ બીજ: આજના સુપ્રભાતમાં સૌધર્મસભામાં એકાએક સિંહાસન
ધૂ્રજી ઊઠયું, મંગલ ઘંટનાદ થવા લાગ્યા, શંખ ગાજવા માંડયા ને વાજિંત્રો વાગવા
માંડયા......આમ અનેકવિધ મંગલચિહ્નો થતાં શ્રી નેમિતીર્થંકરનો જન્મ થવાનું
જાણીને સૌધર્મેન્દ્ર ઐરાવત હાથી પર દેવ–દેવીઓ સહિત આવી પહોંચ્યા, નગરીને
પ્રદક્ષિણા કરી....સર્વત્ર આનંદ છવાઈ ગયો. બીજી તરફ સમુદ્રવિજય મહારાજાના
દરબારમાં આનંદ છવાઈ ગયો. અમદાવાદનગરી આજ ભગવાનનો જન્મોત્સવ
નીહાળીને હર્ષવિભોર બની.....માતાજીની ગોદમાંથી નાનકડા નેમકુંવરને તેડીને
ઈન્દ્રાણીએ ઈન્દ્રના હાથમાં આપ્યા......ને ધામધૂમપૂર્વક પ્રભુજીના જન્મોત્સવની
સવારી મેરૂપર્વત તરફ ચાલી....નગરીના હજારો–લાખો માણસો આર્શ્ચયથી જોઈ રહ્યા
કે અહા, આપણી નગરીમાં આ શું બની રહ્યું છે! આ શેનો આનંદ છવાઈ રહ્યો છે!
આમ નગરીને આનંદ અને આશ્ચર્યમાં ગરકાવ કરતી પ્રભુજીની સવારી મેરુ પર્વતે
આવી પહોંચી (મેરુની રચના પ્રોપાયટરી સ્કૂલના મેદાનમાં હતી.) મેરુ પર