: ૨૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
પ્રભુજીનો જન્માભિષેક નીરખીને સૌ ધન્ય બન્યા.....વાહ પ્રભુ! આપનો આ અંતિમ
અવતાર!! હજી કેવળજ્ઞાન તો ૩૦૦ વર્ષ પછી પામશો, પણ અત્યારે જ આપ જન્મથી
તો રહિત થઈ ગયા! જન્મ રહિતનો જન્માભિષેક કેવો આશ્ચર્યકારી છે!! એ
જન્માભિષેક ઊજવીને નગરીમાં પાછા આવ્યા ને ઈન્દ્રોએ તાંડવનૃત્ય દ્વારા પોતાનો
આનંદ વ્યક્ત કરીને માતા–પિતાનું બહુમાન કર્યું: ધન્ય રત્નકુખધારિણી માતા! તેં
જગતને મોક્ષનો માર્ગ દેખાડનારો દીવો આપ્યો.’ શિવાદેવી માતાજી પણ પોતાના
બાલકુંવરને ગોદમાં તેડીને પરમ પ્રસન્ન થયા. સભાજનો એ દ્રશ્ય નીહાળીને આનંદથી
બોલી ઊઠ્યા: ધન્ય માતા....ધન્ય પુત્ર!
બપોરે પ્રવચન પછી પ્રભુનું પારણાઝૂલન થયું....ભગવાનને ઝુલાવનારા
હજારો હાથો પાવન બન્યા.....જગતના નાથ મારી ગોદમાં બિરાજે છે–એવા હર્ષથી
પારણીયું પણ આનંદથી ઝૂલતું હતું. રાત્રે રાજસભામાં સેંકડો રાજાઓ આવીને ભેટ
ધરતા હતા...શ્રી કૃષ્ણ અને બલભદ્ર જેવા પણ આનંદથી નાચી ઊઠ્યા હતા....એક
યુરોપિયન મુસાફર આવેલા તે તો આ બધું દેખીને અચંબામાં પડી ગયા. રાજુલદેવી
સાથે નેમનાથના વિવાહની તૈયારી ચાલતી હતી....જાન અને રથમાં નેમિનાથનું દ્રશ્ય
દૂરદૂરથી રાજુલ નીહાળતી હતી....એકબાજુ પશુડાં કરુણ ચિત્કાર કરતાં હતાં....એ
કરુણચિત્કાર સાંભળતાં નેમનાથે રથ થંભાવી દીધો ને સંસારથી વિરક્ત થયા. એ
પ્રસંગનો સારથી સાથેનો સંવાદ, રાજુલની મનોદશા, નિર્મોહી નેમપ્રભુની અડગતા–
વગેરેનું વાતાવરણ અનેરું હતું. દસપંદર હજાર માણસો જોઈ રહેતા કે હવે શું બનશે!
ફાગણ સુદ ત્રીજની સવાર પડી.....લૌકાંતિક દેવો આવી પહોંચ્યા, ભગવાનના
વૈરાગ્યની સ્તુતિ અને અનુમોદના કરી....પ્રભુજીનો વનવિહાર શરૂ થયો.....વૈરાગ્ય પ્રસંગની
દીક્ષાયાત્રા અદ્ભુત હતી..... ગુજરાત–સૌરાષ્ટ્રમાં ૮પ૦૦૦ વર્ષો પૂર્વે થયેલા એ
કલ્યાણકપ્રસંગો ફરીને ગુજરાતના પાટનગરમાં નીહાળીને ગુજરાત ધન્ય
બન્યું......દીક્ષાવનમાં (કાંકરીયાના કિનારે વ્યાયામ મંદિરના ચોકમાં) પ્રભુએ દીક્ષા અંગીકાર
કરી....સંસાર છોડ્યો ને શુદ્ધોપયોગમાં લીન થઈને સાક્ષાત્ મોક્ષમાર્ગરૂપ પરિણમ્યા.... ધન્ય
એ મુનિરાજ! ધન્ય એ રત્નત્રય–ચારજ્ઞાનધારી સંતને! એ નેમમુનિરાજના દર્શન કરીને સૌ
પાવન થયા. મુનિરાજની પૂજા કરી.....ને પછી તો મુનિરાજ વનમાં અંતર્ધાન થઈ ગયા.
એ દીક્ષાવનમાં ભગવાનની મુનિદશાનું સ્વરૂપ સમજાવતું, અદ્ભુત
વૈરાગ્યરસભીનું પ્રવચન ગુરુદેવે કર્યું,...ને એ મુનિદશાની ભાવના ભાવી....અહા, આ
તો ધમાલીયા અમદાવાદ શહેરમાં બેઠા છીએ–કે ગીરનાર વચ્ચે સહેસાવનના શાંત
વાતાવરણમાં બેઠા છીએ! –એમ પ્રવચન વખતે અમદાવાદને ભૂલીને સહેસાવન યાદ
આવતું હતું. ગુરુદેવ ભાવભીની શૈલીથી કહેતા હતા કે જુઓ, ભગવાને આજે દીક્ષા
અંગીકાર કરીને મુનિદશા પ્રગટ કરી. આ ભવમાં જ પૂર્ણાનંદની પ્રાપ્તિ