Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 44

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
કરવાનો છું, તે માટેની ભાવના હતી....ને આજે ભગવાન મુનિ થયા....ગીરનારના
સહસ્રામ્રવનમાં ભગવાન “નમો સિદ્ધાણં” એમ સિદ્ધને નમસ્કાર કરીને
આત્મધ્યાનમાં લીન થયા.....તે જ વખતે ધ્યાનમાં શુદ્ધોપયોગ સહિત સાતમું ગુણસ્થાન
થયું ને ચોથું મનઃપર્યયજ્ઞાન પ્રગટ થયું. દેહથી ભિન્ન ચૈતન્યનું જ્ઞાન તો પહેલેથી
હતું....અનુભવ પણ હતો, પણ આજે તો સાક્ષાત્ ચારિત્રરૂપ મુનિદશા પ્રગટ કરી.
દીક્ષાકલ્યાણકના આ પ્રસંગે કુદરતનું વાતાવરણ પણ ઘેરા વૈરાગ્યથી જાણે કે
મુનિદશાને અનુમોદી રહ્યું હતું. આ ઉત્સવ પ્રસંગે ત્રણચાર ભાઈઓએ સજોડે
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી. દીક્ષા પછી કેશક્ષેપણ કાંકરીયાના ક્ષીરોદધિમાં થયું....રાત્રે
ભક્તિ–ભજન–નાટકનો કાર્યક્રમ હતો.
ફાગણસુદ ૪ ની સવારે પ્રવચન પછી, નેમમુનિરાજ વનમાંથી નગરીમાં
પધાર્યા....વરદત્તરાજા તરીકે રોમેશચંદ્ર–બાબુભાઈ ગોપાલદાસે પ્રભુને પડગાહન
કરીને નવધાભક્તિપૂર્વક આહારદાન કર્યું...... પોતાના આંગણે આવો ઉત્તમ અવસર
દેખીને તેઓને ઘણી પ્રસન્નતા થઈ. પ્રભુજીના આહારદાનનો પ્રસંગ નીહાળીને ચારે
બાજું આનંદ આનંદ છવાઈ ગયો હતો.....જીવનનો એ ધન્ય અવસર કે જ્યારે
તીર્થંકરને મુનિદશામાં આહારદાન દેવાતું હોય! બપોરે શ્રી વીતરાગીજિનબિંબો ઉપર
અંકન્યાસવિધાન થયું. કહાનગુરુએ એ વીતરાગ જિનબિંબોને ધ્યાવીને, મંત્રાક્ષર વડે
પૂજિત બનાવ્યા. ઈંદોરના વિદ્વાન પ્રતિષ્ઠાચાર્ય પં. શ્રી નાથુલાલજી બધી વિધિ સૌને
સમજાય તે રીતે શાસ્ત્રાનુસાર કરતા હતા. પ્રતિષ્ઠામહોત્સવમાં જનતાનો ઉલ્લાસ
નીહાળીને વારંવાર તેઓ પ્રમોદ બતાવતા.....ને કહેતા કે અત્યારસુધી મેં કેટલીયે
પ્રતિષ્ઠાઓ કરાવી, પણ જેટલા ઈંદ્રો અહીંના ઉત્સવમાં ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે
એટલા ઈંદ્રો બીજે ક્યાંય હજી સુધી થયા નથી. ખરેખર, કહાનગુરુનો પ્રભાવ અનેરો છે.
અંકન્યાસ પછી થોડી વારમાં ભગવંતોને કેવળજ્ઞાન થયું.....જ્ઞાનદીવડા અને
સમવસરણથી વેદી શોભી ઊઠી. ઈંદ્રોએ ભગવાનના કેવળજ્ઞાનનું પૂજન કર્યું.
ત્યારબાદ દિવ્યધ્વનિના સારરૂપ પ્રવચન થયું. પ્રવચન પછી બીજા દિવસની ભવ્ય
રથયાત્રા સંબંધી જે ઊછામણી થઈ તે એક જ કલાકની ઊછામણીમાં એકલાખ રૂા.
જેટલી બોલી થઈ....આ ઉપરથી ઉત્સવના વાતાવરણનો ખ્યાલ આવશે. રાત્રે
કિસનગઢની ભજન મંડળીએ સીતાજીનો વનવાસ અને અગ્નિપરીક્ષાનું ભવ્ય નાટક
ચાર કલાક સુધી રજુ કર્યું હતું–જે ઘણું સુંદર કળામય અને ભાવભીનું હતું. પંદર હજાર
ઉપરાંતની જનતા મુગ્ધ બનીને તે નીહાળી રહી હતી.
ફાગણ સુદ પાંચમ: સવારમાં નિર્વાણકલ્યાણક થયું. આ તરફ ભવ્ય
જિનાલયમાં મોટું કમળ હજાર હજાર પાંખડી ફેલાવીને આતુરતાથી રાહ જોતું હતું