: ૩૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
કે ક્યારે મારા પ્રભુજી પધારે ને ક્યારે મને પાવન કરે! એવામાં તો ભગવાન આવી
પહોંચ્યા ને કમળાસન ઉપર બિરાજમાન થયા....કમળ આનંદથી ખીલી ઊઠ્યું.....માત્ર
કમળ જ નહિ–હજારો ભક્તોનાં હૃદય કમળ પણ હર્ષથી ખીલી ઊઠ્યા......જિનમંદિર
શોભી ઊઠ્યું, માત્ર જિનમંદિર નહિ આખી નગરી શોભી ઊઠી. આવા મહાન
જિનાલયથી ગુજરાત ગૌરવવંતુ બન્યું.
બરાબર ૧૧–૪૯ મિનિટે જિનમંદિરમાં મહાન ભક્તિપૂર્વક જિનેન્દ્રભગવંતોની
સ્થાપના થઈ.... કહાનગુરુ પરમ ભક્તિપૂર્વક ભગવંતોની સ્થાપના કરતા
હતા....વચલામાળે વેદીમાં મૂળનાયક પારસનાથ ભગવાનની સ્થાપના ભાઈ શ્રી
પુનમચંદ મલુકચંદ છોટાલાલે કરી હતી, આજુબાજુમાં મહાવીરભગવાન અને
સીમંધરભગવાન બિરાજમાન હતા. કમળ ઉપર આદિનાથ ભગવાનની સ્થાપના
ભાઈશ્રી હરિલાલ શિવલાલ મનજીભાઈ (લખતરવાળા) ના પરિવારે કરી હતી.
આમ આનંદપૂર્વક જિનેન્દ્ર ભગવંતોની સ્થાપનાથી મંદિર શોભી ઊઠ્યું. અમદાવાદના
ભક્તજનોની લાંબા વખતની ભાવના પૂરી થઈ..... અમદાવાદના દરેકેદરેક મુમુક્ષુ
ભાઈ–બહેનો આજ અંતરમાં ખુશી અનુભવતા હતા. સૌએ ખૂબજ ઉલ્લાસથી જે રીતે
આ ઉત્સવ શોભાવ્યો છે તે બદલ સમસ્ત મુમુક્ષુમંડળ, તેમજ પ્રમુખશ્રી કલ્યાણજી
લાલભાઈ પણ ધન્યવાદને પાત્ર છે.
અમદાવાદનું આ જિનાલય ખરેખર ભવ્ય–છે જેને જોતા ફિરોઝાબાદનું જિનાલય
યાદ આવી જાય છે. (જિનમંદિરનું કામ જોકે હજી ચાલુ છે, પણ જે ભાગ તૈયાર થયો છે
જોતાં પાટનગરના આ જિનાલયની અદ્ભુત ભવ્યતા દેખાઈ આવે છે. આ જિનાલય થતાં
અમદાવાદમાં કુલ ૮ દિ. જિનાલય થયા છે; કેટલાક મંદિર વિશેષ પ્રાચીન છે. પરંતુ આ
મંદિરની ભવ્યતાને લીધે અમદાવાદનું ગૌરવ ભારતમાં વિશેષ પ્રસિદ્ધ થશે.
સવાલાખ જેટલા જૈનોથી ભરેલા ગુજરાતના પાટનગરનું ને જૈનસમાજનું
ગૌરવ વધારનારી બીજી એક વાતનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે:– દિગંબર જૈન
સમાજનો આ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ હોવા છતાં, અમદાવાદના શ્વેતાંબર
જૈનસમાજે અત્યંત મધ્યસ્થતા રાખીને અને શક્્ય એટલો સહકાર આપીને આખા
જૈનસમાજનું ગૌરવ વધાર્યું છે; જરાય વિખવાદ ફેલાય એવું પરસ્પર ક્્યાંય બન્યું
નથી. અમદાવાદ માટે આ શોભાની વાત છે; ને સારાય ભારતભરમાં આ પ્રકારે
પરસ્પર મિત્રતાનું સહકારનું વાતાવરણ ફેલાય તે હવે ભગવાનના અઢી હજારમાં
નિર્વાણોત્સવ પ્રસંગે અત્યંત જરૂરી છે.
પ્રતિષ્ઠા ઉત્સવ પછી બપોરે શાંતિવિધાન અને સાંજે ભગવાનની ભવ્ય
રથયાત્રા નીકળી હતી.