: ૩૨ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
તારા પગલે નાથ! ઝરે છે આતમરસની ધાર
(૩)
ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરમાં આનંદપૂર્વક ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ ઊજવાયો, ને ભગવાનના બિરાજમાન થવાથી જિનાલય શોભી ઊઠ્યું, જિનાલય
વડે અમદાવાદ શોભી ઊઠ્યું. ફાગણ સુદ છઠ્ઠની સવારમાં ભગવાનશ્રી આદિનાથ વગેરે
ભગવંતોને સ્તવીને અને અર્ઘવડે પૂજીને પૂ. ગુરુદેવે અમદાવાદથી દહેગામ તરફ મંગલ
પ્રસ્થાન કર્યું.
ફાગણ સુદ સાતમના રોજ દહેગામથી રખિયાલ–સ્ટેશન પધાર્યા. આજે જ અહીંના
જિનમંદિરની પ્રતિષ્ઠાનો દિવસ હતો; ગુરુદેવના હસ્તે જિનેન્દ્રભગવાનની વેદીપ્રતિષ્ઠા થઈ;
તેમજ મંદિર ઉપર નુતન ધ્વજારોહણ થયું.