Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 44

background image
: ચૈત્ર : ૨૪૯પ આત્મધર્મ : ૩૭ :
ઈન્દ્રો દીક્ષાકલ્યાણક માટે આવે છે. એકબાજુ ભરતના રાજ્યાભિષેકનો ઉત્સવ છે, તો બીજી
બાજુ ભગવાનની દીક્ષાનો વીતરાગી ઉત્સવ છે. એ અપૂર્વ વીતરાગી ઉત્સવ નીહાળવા.
એને અનુમોદવા ને એની ભાવના કરતા ઘણા લોકો ભગવાનની સાથે વન તરફ જઈ રહ્યા
છે. અયોધ્યાના એ ભોળાભદ્ર જીવોને ખબરેય નથી કે ભગવાન ક્યાં જઈ રહ્યા છે? ને શા
માટે જઈ રહ્યા છે! તેમને તો એમ છે કે ભગવાન પોતાનું કોઈ ઉત્તમ કાર્ય કરીને થોડા
દિવસમાં પાછા આવશે! ભગવાને તો વનમાં જઈને વસ્ત્રો ઉતાર્યા ને દીક્ષા લીધી....આ
ચોવીસીમાં દીક્ષાનો આ પહેલો જ પ્રસંગ હતો, ઋષભદેવ જ પહેલવહેલા મુનિ
હતા.....અહા! આજે ભરતક્ષેત્રમાં સાક્ષાત્ મોક્ષમાર્ગ ખુલ્લો થયો. જન્મતિથિના
મંગલદિવસે જ ભગવાન દીક્ષિત થયા.....ધન્ય એ મુનિદશા! નદી કિનારે દીક્ષાવનનું
વાતાવરણ અનેરું હતું. બાજુમાં જ સરયું જેવી નદી વહેતી હતી. સામે જ વટવૃક્ષ હતું. હજારો
માણસો આતુરનયને ઋષભદેવને નીહાળી રહ્યા હતા. નદી જાણે કે ભગવાનના વિરહમાં
કલરવ કરતી હતી; વાયરાઓ જોસથી વહેતા થકા મધુર ગીતથી સ્તુતિ કરતા હતા; વટવૃક્ષ
પ્રસન્નતાથી ઝૂલતું હતું કે અહા, ત્રણલોકના નાથ ઉપર છાયા કરવાનું મને મહા ભાગ્ય મળ્‌યું.
આવા વનમાં બિરાજમાન ઋષભમુનિરાજને જોતાં ત્રીજો આરો યાદ આવતો હતો.
વનના વૈરાગ્ય વાતાવરણ વચ્ચે કહાનગુરુએ અમીરસધારા વહેવડાવીને એ ધન્ય
મુનિદશાનો અપાર મહિમા કર્યો ને એ દશાની ભાવના ભાવી. સૌ મુગ્ધ બનીને સાંભળી
રહ્યા....પછી મુનિરાજની ભક્તિ કરતા સૌ આદિનાથનગરમાં પાછા આવ્યા. (ભગવાનનો
જન્મ અને દીક્ષા બંને ફાગણ વદ ૯ ના છે) સાંજે મુનિરાજની ખૂબ ભક્તિ થઈ....રાત્રે
ભગવાન આદિનાથના દશપૂર્વભવોનું વર્ણન થયું.
ફાગણ વદ એકમે સવારમાં દેવ–ગુરુપૂજન થયું. વનના વાતાવરણમાં બિરાજમાન આદિનાથ
મુનિરાજના સમૂહપૂજનનું ભાવભીનું દ્રશ્ય અનેરું હતું. પ્રવચન પછી, રત્નત્રયધારી ભગવાન
ઋષભમુનિરાજ હસ્તિનાપુરી નગરીમાં પધાર્યા અને શ્રેયાંસકુમાર તરીકે તેમને પ્રથમ
આહારદાન દઈને દાનતીર્થ પ્રવર્તનનું મહદ્ભાગ્ય શેઠશ્રી સોમચંદભાઈ પુનમચંદને પ્રાપ્ત થયું
હતું. આહારદાનનો પ્રસંગ એ અદ્ભૂત પ્રસંગ હતો. શ્રેયાંસરાજા આદિનાથમુનિરાજને ઈક્ષુરસનું
આહારદાન કરી રહ્યા હતા ને બીજા હજારો જીવો અત્યંત ભક્તિથી એનું અનુમોદન કરી રહ્યા
હતા. મુનિરાજને આહારદાન આપતાં સૌનું ચિત્ત અતિ પ્રસન્ન થતું હતું. આ ચોવીસીમાં
દાનતીર્થપ્રવર્તનનો એ પ્રસંગ ફરીને તાજો થતો હતો. શ્રેયાંસકુમારને આદિનાથ સાથેનો નવ
ભવનો સંબંધ, અને પ્રભુને જોતાં જ એનું જાતિસ્મરણજ્ઞાન–વગેરે રોમાંચકારી પ્રસંગો નજરે
તરવરતા હતા. આહારદાન પછી આખી નગરીમાં જયજયકાર અને પુષ્પવૃષ્ટિ થતી હતી. અને
ભીડ તો એટલી હતી કે, શ્રેયાંસકુમારને અભિનંદવા માટે સૈન્ય સહિત ભરતરાજા આવી
પહોચ્યાં કે શું! ઈક્ષુરસના આહારદાન બાદ ચારેકોર ઈક્ષરુસમાંથી