: ૩૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
ભગવાન આદિનાથના કલ્યાણકો થતા હતા, તે જ વખતે પ્રવચનમાં પણ આદિનાથ
સ્તોત્રમાંથી આદિનાથપ્રભુના કલ્યાણકોનું અદ્ભુત આધ્યાત્મિક વર્ણન ગુરુદેવ ભાવભીની
શૈલિથી કરતા હતા. ભગવાન જ્યારે સર્વાર્થસિદ્ધિ વિમાન છોડીને અયોધ્યાપુરીમાં અવતર્યા
ત્યારે સર્વાર્થસિદ્ધિની શોભા પણ ભગવાનની સાથે જ અયોધ્યામાં આવી ગઈ, એટલે જે
સર્વાર્થસિદ્ધિવિમાન ભગવાનને લીધે શોભતું હતું તેની શોભા હવે ઝાંખી પડી ગઈ ને
અયોધ્યાની શોભા વધી ગઈ!–આમ અલંકાર કરીને આચાર્યદેવ કહે છે કે પુણ્યની શોભા
નથી, પણ ધર્મની શોભા છે. પ્રભો! આપના વગરની સર્વાર્થસિદ્ધિ પણ સુનીસુની લાગે છે.
અને આપના પધારવાથી આ પૃથ્વી ‘સનાથ’ થઈને નવાંકુર વડે પુલકિત બની ગઈ–અર્થાત્
આપના નિમિત્તે આત્મામાં ધર્મના અંકુરા ફુટયા.....આમ અનેક પ્રકારે આત્મા સાથે સંધિપૂર્વક
આદિનાથપ્રભુની સ્તુતિ થતી હતી. તેથી ઉત્સવનું વાતાવરણ અદ્ભુત સુમેળવાળું બન્યું હતું.
ફાગણ સુદ ૧૪ ની વહેલીસવારમાં ભગવાન આદિનાથના જન્મવડે અયોધ્યા નગરી
પાવનતીર્થ બની ગઈ....મરુદેવી માતા જગતની માતા બન્યા....ધન્ય એ રત્નકુંખધારિણી માતા!
ઈંદ્રોના ઈંદ્રાસન ફરી ડોલી ઊઠ્યા....ઘંટનાદ થવા માંડ્યા.....અને મંગલસૂચક ચિહ્નો વડે
તીર્થંકરનો જન્મોત્સવ જાણીને ઈંદ્ર ઐરાવત સહિત આવી પહોંચ્યા....બીજી તરફ અયોધ્યાપુરીમાં
નાભિરાજાના દરબારમાં ઋષભઅવતારની મંગલ વધાઈ આવી ને આનંદ–આનંદ છવાઈ
ગયો......દેવીઓ આનંદથી નૃત્ય ને મંગલગાન કરવા લાગી.....શી એ જન્મોત્સવની શોભા! ને
કેવી અદ્ભુત એ સવારી! જાણે નગરી નાની ને સવારી મોટી! મેરુ પર્વત ઉપર સવારી આવી
ને ઈંદ્રોએ આદિ–તીર્થંકરનો જન્માભિષેક કર્યો......અરે, હજારો મનુષ્યો પણ મેરુ ઉપર પહોંચી–
પહોંચીને એ જન્માભિષેકમાં ભાગ લેવા લાગ્યા. પછી સવારી પાછી આવી ને માતા–પિતાને
એનો પુત્ર સોંપીને હરિએ તાંડવનૃત્ય દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કર્યો. આખી નગરી આજે
આનંદમય બની હતી.
બપોરના પ્રવચન પછી પારણાઝૂલન થયું. ઋષભકુંવરને મરુદેવીમાતા ઉપરાંત
ઈન્દ્રાણી પણ ભક્તિથી ઝુલાવતી હતી. અનેક કુમારી બાળાઓ રાસ વગેરે દ્વારા ભક્તિ
કરીને ઋષભકુમારને પ્રસન્ન કરતી હતી. રાત્રે ઋષભદેવનો રાજ્યાભિષેક અને રાજસભાનાં
દ્રશ્યો થયા હતા. સેંકડો રાજાઓ ભેટ ધરતા હતા. કલ્પવૃક્ષનો પણ દેખાવ થયો હતો.
ફાગણ સુદ પૂર્ણિમા: ભગવાન ઋષભદેવ રાજસભામાં બિરાજમાન છે; ઈન્દ્રદ્વારા
નાટક થાય છે...... નીલંજસાદેવી નૃત્ય કરતાં કરતાં તેનું આયુષ પૂરુ થઈ જાય છે.
સંસારની આવી ક્ષણભંગુરતા દેખીને, જાતિસ્મરણપૂર્વક ભગવાન વૈરાગ્ય પામે છે; ભરત–
બાહુબલીને રાજ સોંપે છે....લૌકાંતિકદેવો આવીને સ્તુતિ કરે છે ને