Atmadharma magazine - Ank 306
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 44

background image
: ૪૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯પ
માનવમહેરામણ વચ્ચે પણ જિનેન્દ્ર ભગવાન એકાકીપણે શોભતા હતા....અને જાણે કે એમ
ઉપદેશતા હતા કે સંસારની બેસુમાર ભીડ વચ્ચે અલિપ્ત રહેલો આત્મા નિજ સ્વરૂપમાં શોભે
છે; ને એવા આત્માના મહિમાનો જ આ મહોત્સવ છે...વીસ હજારની ભીડને કે હાથીના
ટોળાને જોવા કરતાં તેમની વચ્ચે રહેલા એકાકી જિનને જોવા તે આ રથયાત્રાનું રહસ્ય હતું.
એ લાંબી રથયાત્રાની શરૂઆતનો કે અંતનો છેડો જોવા માટે ઘણીવાર સુધી મહેનત કરવા
છતાં, ઊંચા સ્થાન પરથીયે એનો છેડો દેખાતો ન હતો. જ્યારે શરૂનો ભાગ ગામમાં ફરીને
પ્રતિષ્ઠા–મંડપમાં પાછો આવતો હતો ત્યારે અંતિમ ભાગ હજી મંડપની બહાર નીકળતો હતો.
ગામના ઝરૂખાઓ ને છાપરાઓ પણ પ્રેક્ષકોથી ભરચક હતા.....નાનાં બચ્ચાંઓને આ બધું
બતાડવા માટે ગ્રામ્યજનો ખભે ચડાવીને રથયાત્રામાં સાથે ફરતા હતા......ને ક્્યાંક સમજીને
તો ક્યાંક વગર સમજ્યે, ચારેકોર ભક્તિની રમઝટ ચાલતી હતી. પંદર હજાર જેટલા
માણસોએ પ્રતિષ્ઠાની પ્રસાદીરૂપ લાડુ ખાધા હશે...સાંજ પડી ત્યાં તો વાહનોના વાહનો
ભરીભરીને માણસો પ્રસ્થાન કરવા લાગ્યા. પ્રતિષ્ઠા મહોત્સવની ખુશાલીમાં રણાસણના
ભક્તોના હૈયાં નાચી રહ્યા હતા. આખોય દિવસ જિનમંદિરમાં દર્શકોની ભીડ ચાલુ જ હતી.
રણાસણ ગામમાં જૈનશ્રાવકોની સંખ્યા કરતાં જિનબિંબોની સંખ્યા વધારે છે.
ફાગણ વદ ત્રીજની પહેલી સવારમાં ગુરુદેવ જિનમંદિરે પધાર્યા, ને ભાવપૂર્વક
જિનભગવંતોના દર્શન કરીને ભક્તિ ગવડાવી....એ રીતે રણાસણમાં મહાન મંગલકારી
પંચકલ્યાણકપૂર્વક જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા કરીને હિંમતનગર તરફ પ્રસ્થાન કર્યું.
શ્રી જિનેન્દ્ર–પંચકલ્યાણક મહોત્સવનો જય હો!
* * * * *
હિંમતનગરમાં ભાવભીના મંગલપૂર્વક સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન
રણાસણમાં પંચકલ્યાણક કરીને ફાગણ સુદ ત્રીજના રોજ ગુરુદેવ હિંમતનગર
પધારતાં ભવ્ય ધામધૂમથી સ્વાગત થયું. બે વર્ષ પહેલાં જ્યાં પંચકલ્યાણક ઉત્સવ
ઉજવાયેલ ત્યાંના જિનાલયમાં મહાવીર ભગવાન અને શાંતિનાથ વગેરે ભગવંતોના
ભાવથી દર્શન કર્યા. ને પછી ગુરુદેવના સુહસ્તે સ્વસ્તિકવિધાનપૂર્વક ઈંદોરના શેઠશ્રી
રાજકુમારસિંહજીના હસ્તે નુતન સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન થયું. ગુરુદેવના મંગલાચરણ
વખતે અત્યંત ઉલ્લાસભર્યું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તીર્થંકરભગવંતોએ અને
કુંદકુંદાચાર્યદેવાદિ સન્તોએ જે વીતરાગમાર્ગ કહ્યો તે જ માર્ગનું ઉદ્ઘાટન