કરનાર ગુરુદેવે કહ્યું કે આત્માને ઉપયોગ એવા અપ્રતિહત સ્વભાવવાળો છે કે કોઈથી
હણાય નહિ.....અંતર સ્વભાવમાં ઉપયોગ વળ્યો તે કદી પાછો ફરે નહિ.....આત્માનો જે રંગ
લાગ્યો તે રંગમાં ભંગ પડ્યા વગર કેવળજ્ઞાન લ્યે એવો આત્માનો ‘અલિંગગ્રહણ’
સ્વભાવ છે, ને તે મંગળરૂપ છે. આત્માનો જે રંગ લાગ્યો તેમાં વચ્ચે રાગનો રંગ લાગવા
ન દઈએ; આત્માના રંગમાં ભંગ પડે નહિ–આવી તીર્થંકરોના કૂળની ટેક છે ભાવથી ગુરુદેવ
કહે છે કે અનંતા તીર્થંકરો થયા તેના કુળના અને તેની જાતના જ અમે છીએ...આત્માના
આવા સ્વભાવને સાધવા જાગ્યા તેમાં વચ્ચે ભંગ પડે નહિ તે અમારા તીર્થંકરોના કૂળનો
વટ છે, ને તે અમારી ટેક છે. –આમ ભાવભીના ચિત્તે ગુરુદેવે અત્યંત આનંદકારી મંગલ
પ્રવચન કર્યું. સાક્ષાત્ ભગવાનને ભેટીને ભરતે આવેલા ગુરુદેવના શ્રીમુખેથી ઉલ્લાસપૂર્ણ
મંગલ સાંભળીને સભાજનો આનંદથી ઝૂમી ઊઠતા ને વારંવાર સ્વાધ્યાયમંદિરને હર્ષનાદથી
ગજાવી મૂકતા. ત્યારપછી સ્વાધ્યાયમંદિરમાં કુંદકુંદાચાર્યદેવ વગેરેના ચિત્રપટોનું ઉદ્ઘાટન
શેઠશ્રી રાજકુમારસિંહજી, પ્રમુખ શ્રી નવનીતલાલભાઈ વગેરેના સુહસ્તે થયું હતું આમ
ઉદ્ઘાટન–સમારોહ આનંદપૂર્વક ઉજવાયો હતો.
અમદાવાદ થઈને ફાગણ વદ દસમના સુદિને ગુરુદેવ સોનગઢ પધારતાં એ પાવનભૂમિ
પુનઃનવપલ્લવિત બની. ગુરુદેવને માત્ર ઉધરસને કારણે થોડા દિવસ આરામ લેવાની જરૂર
હતી તેથી વચ્ચે બરવાળા અને સાવરકુંડલા કાર્યક્રમો થઈ શક્્યા ન હતાં, ને ગુરુદેવ
સોનગઢ પધાર્યા હતા. સોનગઢના શાંત વાતાવરણમાં આવતાં જ ગુરુદેવની તબીયતમાં
એકદમ આરામ થઈ ગયો છે, અને રવિવાર તા. ૨૩–૩–૬૯ ના રોજ રાજકોટ પધાર્યા છે.
રાજકોટમાં પ્રવચન વગેરે કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ છે. ગુરુદેવ ચૈત્ર સુદ ૧૩ સુધી
રાજકોટ બિરાજશે અને ત્યારપછી વચ્ચેના શહેરો થઈ મુંબઈનગરીમાં ચૈત્ર વદ ૧૧ તા. ૧૨
એપ્રીલ શનિવારે પ્રવેશ કરશે. મુંબઈનગરીમાં ૮૦ મી જન્મજયંતીનો રત્નચિંતામણિ–
મહોત્સવ (વૈ. શુ. બીજ તા. ૧૮), જિનેન્દ્ર પંચકલ્યાણક–મહોત્સવ તથા ઘાટકોપર અને
મલાડના જિનમંદિરોમાં વેદીપ્રતિષ્ઠામહોત્સવ (વૈશાખ સુદ ૧૧ તથા ૧૨ના રોજ) છાપેલા
કાર્યક્રમ મુજબ થશે.