Atmadharma magazine - Ank 307
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 66

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૧૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
દુકાન સારી જામી. વેપારમાં તેમનું વર્તન પ્રમાણિક હતું. એક વાર (લગભગ ૧૬ વર્ષની
વયે) તેમને કોઈ કારણે વડોદરાની કોર્ટમાં જવું પડ્યું હતું. ત્યાં તેઓશ્રીએ અમલદાર
સમક્ષ સત્ય હકીકત સ્પષ્ટતાથી જણાવી દીધી હતી; તેમના મુખ પર તરવરતી
નિખાલસતા, નિર્દોષતા ને નીડરતાની અમલદાર પર છાપ પડી અને તેમણે કહેલી સર્વ
હકીકત ખરી છે એમ વિશ્વાસ આવવાથી અમલદારે તે સર્વ હકીકત સપૂર્ણપણે માન્ય રાખી.
પાલેજમાં તેઓશ્રી કોઈવખત નાટક જોવા જતા; પરંતુ અતિશય આશ્ચર્યની વાત
તો એ છે કે નાટકમાંથી શૃંગારિક અસર થવાને બદલે કોઈ વૈરાગ્યપ્રેરક દ્રશ્યની ઊંડી
અસર તે મહાત્માને થતી અને તે કેટલાય દિવસ સુધી રહેતી. કોઈ કોઈ વખત તો નાટક
જોઈને આવ્યા પછી આખી રાત વૈરાગ્યની ધૂન રહેતી. એક વાર નાટક જોયા પછી
‘શિવરમણી રમનાર’ તું, તું હી દેવનો દેવ? એ લીટીથી શરૂ થતું કાવ્ય તેમણે બનાવ્યું
હતું. સાંસારિક રસનાં પ્રબળ નિમિત્તોને પણ મહાન આત્માઓ વૈરાગ્યનાં નિમિત્ત
બનાવે છે!
વૈરાગ્ય અને દીક્ષા
આ રીતે પાલેજની દુકાનમાં વેપારનું કામકાજ કરતાં છતાં તે મહાત્માનું મન
વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમનો અંતર્વ્યાપાર તો જુદો જ હતો. તેમના
અંતરનો સ્વાભાવિક ઝોક હંમેશા ધર્મ અને સત્યની શોધ પ્રતિ જ રહેતો. ઉપાશ્રયે કોઈ
સાધુ આવે કે તેઓ તે સાધુની સેવા તેમ જ તેમની સાથે ધાર્મિક વાર્તાલાપ માટે દોડી
જતા અને ઘણો સમય ઉપાશ્રયે ગાળતા. ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. તેમનું ધાર્મિક
જીવન અને સરળ અંતઃકરણ જોઈને તેમના સંબંધીઓ તેમને ‘ભગત’ કહેતાં. તેમણે
તેમના મોટા ભાઈ ખુશાલભાઈને સ્પષ્ટ જણાવી દીધું કે ‘મારું વેવિશાળ કરવાનું નથી;
મારા ભાવ દીક્ષા લેવાના છે.’ ખુશાલભાઈએ તેમણે ઘણું સમજાવ્યા કે– ‘ભાઈ, તું ન
પરણે તો ભલે તારી ઈચ્છા, પરંતુ તું દીક્ષા ન લે. તારે દુકાને ન બેસવું હોય તો ભલે તું
આખો દિવસ ધાર્મિક વાંચનમાં ને સાધુઓના સંગમાં ગાળ પણ દીક્ષાની વાત ન કર.’
આમ ઘણું સમજાવવા છતાં ને મહાત્માના વૈરાગી ચિત્તને સંસારમાં રહેવાનું પસંદ પડ્યું
નહિ. દીક્ષા લીધા પહેલાં તેઓશ્રી કેટલાક મહિનાઓ સુધી આત્માર્થી ગુરુની શોધ માટે
કાઠિયાવાડ, ગુજરાત ને મારવાડમાં અનેક ગામો ફર્યા; ઘણા સાધુઓને મળ્‌યા પણ
ક્્યાંય મન ઠર્યુંં નહિ. ખરી વાત તો એ હતી કે પૂર્વ ભવની–અધૂરી મુકેલી સાધનાએ
અવતરેલા તે મહાત્મા પોતે જ ગુરુ થવાને યોગ્ય હતા. આખરે બોટાદ સંપ્રદાયના
સ્થાનકવાસી જૈન સાધુ હીરાચંદજી મહારાજના હાથે દીક્ષા લેવાનું નક્કી થયું અને સં.
૧૯૭૦ ના માગશર સુદ ૯ ને રવિવારને દિવસે ઉમરાળામાં મોટી ધામધૂમથી
દીક્ષામહોત્સવ થયો.