Atmadharma magazine - Ank 307
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcIT
Tiny url for this page: http://samyakdarshan.org/GROjEP

PDF/HTML Page 38 of 66 (Combined page)

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
માટે અત્યંત ઉમળકાપૂર્વક થોડા જ વખતમાં સવા લાખ રૂા. જેટલું મોટું ફંડ થઈ ગયું.
સૌરાષ્ટ્રને માટે આ તદ્ન નવીન હતું. એક બાજુ જયપુરમાં માનસ્તંભના આરસના
સામાનનો ઓર્ડર દેવાયો ને બીજી તરફ સોનગઢમાં એના ચણતરની જોરદાર તૈયારીઓ
થવા લાગી. જે દિવસે ને જે ટાઈમે ગુરુદેવે પરિવર્તન કરેલું–૧૭ વર્ષ બાદ બરાબર તે જ
દિવસે ને તે જ ટાઈમે પૂ. બેનશ્રી–બેનના સુહસ્તે માનસ્તંભના પાયાની શરૂઆત થઈ.
ને પછી વૈશાખ વદ સાતમના રોજ ગુરુરાજની મંગલ છાયામાં અત્યંત ઉલ્લાસભર્યા
વાતાવરણ વચ્ચે પૂ. બેનશ્રી–બેને તેમજ શેઠશ્રી નાનાલાલભાઈ વગેરેએ ઉત્સાહપૂર્વક
માનસ્તંભનું શિલાન્યાસ કર્યું. માનસ્તંભની મોટી મોટી ત્રણ પીઠિકાઓનું સીમેન્ટનું
ચણતરકામ સેંકડો ભક્ત ભાઈ–બહેનો હાથોહાથ ઉમંગથી કરતા. પ્રવચનમાં ગુરુદેવ
રોજ રોજ માનસ્તંભનો મહિમા સમજાવતા. આ જ અરસામાં સૌરાષ્ટ્રમાં કેટલાય ઠેકાણે
જિનમંદિરો તૈયાર થયા હતા ને પ્રતિષ્ઠા માટે ગુરુદેવના પધારવાની મુમુક્ષુઓ રાહ જોતા
હતા. તો બીજી તરફ દેશભરમાંથી અનેક મોટા–નાના જિજ્ઞાસુઓ (ત્યાગીઓ તેમજ
ગૃહસ્થો) સોનગઢ આવતા ને ગુરુદેવના પરિચયથી તેમજ સોનગઢના અધ્યાત્મ–
વાતાવરણથી ખૂબ જ પ્રભાવિત થઈને ‘ધન્ય... ધન્ય’ બોલી ઊઠતા. કોઈ કહેતું કે
સોનગઢ તો વિદેહધામ જેવું લાગે છે, તો કોઈ કહે કે એ તો ધર્મપુરી છે.
જયપુર (મકરાના) થી છ વેગન ભરીને માનસ્તંભનો આરસનો સામાન
આવ્યો. વચ્ચે બે વેગન ગૂમ થયેલા તે પણ ટાઈમસર આવી પહોંચ્યા. છેલ્લા બે વેગન
૨૦૧૦ ના ભાઈબીજને દિવસે આવ્યા. તેમાં બીજા સામાન ઉપરાંત માનસ્તંભના
જિનબિંબો પણ હતા. આનંદપૂર્વક કારતક સુદ ત્રીજે જિનપ્રતિમાનો ગામપ્રવેશ થયો; ને
માનસ્તંભની પીઠિકાના આરસનો પહેલો પાષાણ આ દિવસે પૂ. બેનશ્રી–બેનના સુહસ્તે
ચણાયો. ભગવાનની બેઠકનું સ્થાપન માહ સુદ એકમે થયું ને બરાબર એ જ રાત્રે
સ્વપ્નમાં ગુરુદેવે સીમંધરનાથના અદ્ભુત દિવ્ય દેદાર દેખ્યા. પછી તો એક પછી એક
પથ્થર ઊંચે ઊંચે ચડતાં ચડતાં ૬૩ ફૂટ સુધી પહોંચી ગયા. (ગુરુદેવને એ વખતે ૬૩ મું
વર્ષ ચાલતું હતું)
–એમ કરતાં કરતાં ૨૦૦૯ નો ચૈત્રમાસ આવ્યો ને માનસ્તંભના મહોત્સવની
મંગલ વધાઈ લાવ્યો. જેવી માનસ્તંભની અનેરી શોભા....એવો જ એની પ્રતિષ્ઠાનો
ઉત્સવ! ભક્તજનો તો માનસ્તંભની ને મહોત્સવની શોભા જોઈ જોઈને ધરાતા ન હતા.
પ્રતિષ્ઠા–મહોત્સવ વખતે છ હજાર જેટલા મહેમાનો આવ્યા હતા. તે ઉપરાંત આ સમય
દરમિયાન શ્રવણબેલગોલમાં ભગવાન બાહુબલીની પ૭ ફૂટ ઊંચી પ્રતિમાના મહા
મસ્તકાભિષેકનો પ્રસંગ હોવાથી ત્યાં જતાં–આવતાં હજારો યાત્રિકો સોનગઢ