Atmadharma magazine - Ank 307
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page   Next Page >


PDF/HTML Page 61 of 66

background image
* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : પ૯ :
બાલ તીર્થંકર વીરકુંવરનું પારણા ઝૂલન થયું. અહા, નાનકડા તીર્થંકરને અમે ભક્તિથી
ઝૂલાવી રહ્યા છીએ,–અમારા આ હાથ આજે સફળ છે; અને આ ભગવાન મોટા થઈને
દિવ્યધ્વનિ વડે જ્યારે અમને વીતરાગભાવના ઝૂલે ઝુલાવશે ત્યારે અમારું જીવન સફળ
થશે,–આવી અંર્ત ઉર્મિઓથી હજારો ભક્તો હીરની દોરી વડે પ્રભુને હીંચોળી રહ્યા હતા.
રાત્રે ટૂંડલા જૈનકલાકેન્દ્ર ભજન મંડળીએ ભગવાનના ગર્ભથી માંડીને પારણાઝુલન
સુધીના ભાવો નૃત્ય અભિનય–દ્વારા દર્શાવ્યા હતા, જે સુંદર અને રોમાંચક હતા. રાત્રે
સિદ્ધાર્થ મહારાજાની રાજસભા પણ થઈ હતી. ભગવાનના વિવાહ માટે પ્રસ્તાવ રજુ
થયો. પરંતુ ભગવાન તો વિવાહને બદલે વૈરાગ્ય પામ્યા, ને બાર ભાવના ચિંતવવા
લાગ્યા.
વૈશાખ સુદ છઠ્ઠની સવારમાં જ લૌકાંતિક દેવોએ આવીને પ્રભુજીની સ્તુતિ પૂર્વક
વૈરાગ્યનું અનુમોદન કર્યું. ઈન્દ્રો દીક્ષાકલ્યાણક ઉજવવા પાલખી લઈને આવી પહોંચ્યા.
અને વીર ભગવાન તો વીતરાગમાર્ગે સંચર્યા. દીક્ષા માટે વનગમનની ભવ્ય યાત્રા
નીકળી.....દીક્ષાવનમાં (ખેતવાડી–વીલ્સન હાઈસ્કૂલમાં મોટા ઝાડ નીચે) ચારે બાજુ
અપાર ભીડ ને કોલાહલ વચ્ચે પણ ચૈતન્યની પરમ શાંતિમાં લીન થઈને વીરનાથે
મુનિદશા પ્રગટ કરી. ધન્ય એ મુનિદશા! ધન્ય એ પાવન દ્રશ્ય! મોહમયી નગરીમાં
નિર્મોહી મુનિરાજને દેખીને અનેરું વાતાવરણ છવાઈ ગયું હતું. ભગવાનની દીક્ષા પછી
ગુરુકહાને એ મુનિદશાની ભાવના ભાવી અને એ દશાનો પરમ મહિમા પ્રગટ કર્યો. જેનું
ઈન્ડીયન ન્યુઝરીલ (ભારતીય સમાચાર ચિત્ર) સરકાર તરફથી ઉતારવામાં આવ્યું છે,
(–જે આ સમાચાર આપ વાંચતા હશો ત્યારે ઘણું કરીને ભારતના થીએટરોમાં દેખાડાતું
હશે.) દીક્ષાવનમાં ગુરુદેવનું ધારાવાહી પ્રવચન અદ્ભુત હતું.
આજે વૈશાખ સુદ છઠ્ઠે મુંબઈના જિનમંદિરને દસવર્ષ પૂરા થતા હતા તેથી મંદિર
ઉપર ધ્વજારોહણ થયું હતું. સાંજે ઘાટકોપર–જિનમંદિરની વેદીશુદ્ધ તથા કલશ–ધ્વજ શુદ્ધિ
થઈ હતી. રાત્રે ટૂંડલાના જિનેન્દ્ર કલાકેન્દ્ર તરફથી બાકીનાં ત્રણ કલ્યાણકોના ભાવોની
સુંદર રજુઆત નૃત્ય નાટિકા દ્વારા થઈ હતી, –જેમાં રીંછદ્વારા મુનિભક્તિનું દ્રશ્ય આનંદ
કારી હતું.
વૈશાખ સુદ સાતમ (બુધવારે) મુનિરાજ મહાવીર ભગવાનના આહારદાનનું
પવિત્ર દ્રશ્ય હૃદયમાં ભક્તિ જગાડતું હતું મુનિરાજનું પહેલવહેલું આહારદાન દેખીને
હજારો ભક્તો અનુમોદી રહ્યા હતા. આહારદાનનો લાભ બલુભાઈ ચુનીલાલ શાહ
(આટકોટવાળા) ને પ્રાપ્ત થયો હતો, ને તે પ્રસંગે તેમણે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પણ