ગુરુદેવના સુહસ્તે જિનબિંબો ઉપર અંકન્યાસવિધાન થયું, –જેમાં કુલ ૬૨ જિનબિંબો
ઉપર ગુરુદેવે અંકન્યાસ કર્યું. વિદેહના વીસ તીર્થંકર ભગવંતો, ભારતના ૨૪ તીર્થંકર
ભગવંતો એમ તીર્થંકર ભગવંતોનો મેળો એકસાથે દેખતાં પ્રસન્નતા થતી હતી. ત્રણ
માસમાં જ ત્રણવાર પંચકલ્યાણક અને સો જેટલા જિનબિંબોની સ્થાપના થઈ–એવી
જિનશાસનની મહાન પ્રભાવના ગુરુદેવના પ્રતાપે થઈ રહી છે; ને હજારો જીવો
ગુરુદેવના પ્રવચન દ્વારા જૈનધર્મનો વીતરાગી સન્દેશ સાંભળીને પોતાને ધન્ય સમજે છે.
ભગવાને દિવ્યધ્વનિમાં જે કહ્યું તે જ વાત સાક્ષાત્ સાંભળીને કુંદકુંદાચાર્યદેવે આ
સમયસારમાં સમજાવી છે, ને તે જ વાત અહીં કહેવાય છે. અત્રે ટૂંડલા ભજન મંડળીનો
કાર્યક્રમ હતો.
ગુરુદેવ પણ મલાડ પધાર્યા, ને હજારો ભક્તોએ હોંશથી સ્વાગત કર્યું મંદિરની ચારે
બાજુ બે સુમાર ભીડ અને અપાર હર્ષનાદ વચ્ચે જિનેન્દ્રભગવંતોને બિરાજમાન કર્યાં.
મૂળનાયક ભગવાન ઋષભદેવને બિરાજમાન કરવાનો લાભ મણિલાલ જેઠાલાલ શેઠ
અને તેમના ભાઈઓએ લીધો હતો. આજુ બાજુમાં વાસુપૂજ્ય ભગવાનને તથા
મલ્લિનાથભગવાનને બિરાજમાન કરવાનો લાભ નવનીતભાઈ સી. ઝવેરી તથા
ચંદ્રકાંતભાઈ હરિલાલ દોશીએ–લીધો હતો. આ ઉપરાંત ઉપરના ભાગમાં સીમંધરાદિ
વીસ વિહરમાન ભગવંતોની પ્રતિષ્ઠા થઈ હતી, જેમાં જુદા જુદા ભક્તોએ ઉત્સાહથી
પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. એકસાથે વીસવિહરમાન ભગવંતોની સ્થાપનાના આ
પ્રસંગે ઘણો ઉલ્લાસ હતો. ઉપરથી હેલિકોપ્ટર–વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ થતી હતી.
આકાશમાંથી થતી એ પુષ્પવૃષ્ટિનું દ્રશ્ય મનોહર હતું ને મંદિરની ચારે બાજુ જાણે
ઝગઝગતા રત્નો વરસતા હોય એવું લાગતું હતું. જિનેન્દ્રમહિમાના અવનવા દ્રશ્યો
દેખતાં આનંદ થતો હતો. મલાડ નગરીનું વાતાવરણ જ આજે બદલાઈ ગયું હતું. જાણે
આખી નગરી એકલા જૈનોથી જ ભરેલી હોય! આમ આનંદપૂર્વક મલાડ જિનમંદિરમાં
જિનેન્દ્રભગવંતોની પ્રતિષ્ઠા થઈ.–ત્યાં બિરાજમાન સર્વે જિનેન્દ્રભગવંતોને નમસ્કાર હો
(તે ભગવંતોનું દ્રશ્ય આવતા અંકમાં આપવા પ્રયત્ન કરીશું.)