બેસુમાર ભીડ ને અપાર હર્ષનાદ વચ્ચે જિનેન્દ્ર ભગવંતોને બિરાજમાન કર્યા. મૂળનાયક
નેમિનાથ ભગવાનને બિરાજમાન કરવાનો લાભ શેઠશ્રી મણિલાલ જેઠાલાલ અને
તેમના ભાઈઓએ લીધે હતો; સીમંધરભગવાનને બિરાજમાન કરવાનો લાભ
જયંતિલાલ બેચરદાસ દોશીએ લીધો હતો. આ ઉપરાંત ઉપરના ભાગમાં ઋષભાદિ
ચોવીસ ભગવંતોની પ્રતિષ્ઠા થઈ હતી, તેમાં જુદા જુદા ભક્તોએ ઉત્સાહથી પ્રતિષ્ઠાનો
લાભ લીધો હતો. એક સાથે ચોવીસ ભગવંતોની સ્થાપનાના આ પ્રસંગે ઘણો ઉલ્લાસ
હતો. ઉપરથી હેલિકોપ્ટર–વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ થતી હતી, –ને સૌને આનંદિત કરતી
હતી. જોકે અહીં ઘાટકોપર ઉપરથી રોજ સેંકડો મોટા મોટા વિમાનો પસાર થતા હોય છે,
પણ આ રીતે જિનેન્દ્ર– ભગવંતો ઉપર પુષ્પવૃષ્ટિ કરવા માટે ઊડી રહેલું હેલિકોપ્ટર
વિમાન દેખીને આખી નગરી આશ્ચર્ય પામતી હતી. જિનેન્દ્ર મહિમા આખી નગરીમાં
પ્રસરી ગયો હતો. આમ આનંદપૂર્વક ઘાટકોપર–જિનમંદિરમાં જિનેન્દ્ર ભગવંતોની
પ્રતિષ્ઠા થઈ. ત્યાં બિરાજમાન સર્વે જિનેન્દ્ર ભગવંતોને નમસ્કાર હો (તે ભગવંતોનું
દ્રશ્ય આવતા અંકમાં આપવા પ્રયત્ન કરીશું)
ધન્યવાદ!
ડેલીવાળા, તથા ઘાટકોપરના પ્રમુખશ્રી મનમોહનદાસ છોટાલાલ ગાંધી, –વગેરે સૌએ
ઉલ્લાસપૂર્વક ઉત્સવને શોભાવ્યો હતો. માત્ર બે ત્રણ માસમાં મલાડ તેમજ ઘાટકોપર
બંને જગ્યાએ ભવ્ય ઊંચા જિનાલયો તૈયાર થઈ ગયા, તે જિનમંદિરો દેખીને આશ્ચર્ય
અને આનંદ થાય છે.