* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : પ :
દર્શન પ્રાભૃત
જૈનશાસનમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે ‘दंसणमूलो
धम्मो” કહીને ધર્મનો જે મહાન મંત્ર આપ્યો, તેના વિવેચનદ્વારા
પૂ. શ્રી કાનજીસ્વામી હંમેશાં સમ્યક્ત્વનું સ્વરૂપ ઉપદેશીને તેનો
અપાર મહિમા સમજાવે છે. એવા સમ્યક્ત્વના મહિમાથી ભરપૂર
દર્શનપ્રાભૃતની ગાથાઓનો ગુજરાતી અનુવાદ વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહે કરેલ છે તે અહીં આપવામાં આવેલ છે.
દર્શનપ્રાભૃત એટલે સમ્યક્ત્વરૂપી ભેટ; ગુરુદેવની
રત્નચિન્તામણિ જયંતી પ્રસંગે સમ્યક્ત્વરત્નની ઉત્તમ ભેટ સૌને
ગમશે. આપણે એવું રત્ન પ્રગટ કરીએ ને તેના વડે ગુરુદેવની
ભાવસ્તુતિ કરીએ.
પ્રારંભમાં કરીને નમન જિનવરવૃષભ મહાવીરને,
સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. ૧
રે! ધર્મ દર્શનમૂલ ઉપદેશ્યો જિનોએ શિષ્યને;
તે ધર્મ નિજ કર્ણે સૂણી દર્શનરહિત નહિ વંદ્ય છે. ૨
દ્રગ્ભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દ્રગ્ભ્રષ્ટનો નહિ મોક્ષ છે;
ચારિત્રભ્રષ્ટ મુકાય છે, દ્રગ્ભષ્ટ નહિ મુક્તિ લહે. ૩
સમ્યક્ત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે,
પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪
સમ્યક્ત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુષ્ઠુ આચરે,
પણ લક્ષ કોટિ વર્ષમાંયે બોધિલાભ નહીં લહે. પ
સમ્યક્ત્વ–દર્શન–જ્ઞાન બળ–વીર્યે અહો! વધતા રહે.
તે અલ્પ કાળે કલેશ–મળ–અધ ટાળી વરજ્ઞાની બને. ૬