* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
સમ્યક્ત્વનીરપ્રવાહ જેના હૃદયમાં નિત્યે વહે,
તસ બદ્ધકર્મો વાલુકા–આવરણ સમ ક્ષયને લહે. ૭
દ્રગ્ભ્રષ્ટ, જ્ઞાને ભ્રષ્ટ ને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે,
તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટ છે ને નાશ અન્ય તણો કરે. ૮
જે ધર્મશીલ સંયમ–નિયમ–તપ–યોગ–ગુણ ધરનાર છે,
તેનાય ભાખી દોષ, ભ્રષ્ટ મનુષ્ય દે ભ્રષ્ટત્વને. ૯
જ્યમ મૂળનાશે વૃક્ષના પરિવારની વૃદ્ધિ નહીં,
જિનદર્શનાત્મક મૂળ હોય વિનષ્ટ તો સિદ્ધિ નહીં. ૧૦
. ૧૧
. ૧૨
વળી જાણીને પણ તેમને ગારવ–શરમ–ભયથી નમે,
તેનેય બોધિ–અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩
જ્યાં જ્ઞાન ને સંયમ ત્રિયોગે, ઉભયપરિગ્રહત્યાગ છે,
જે શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન તદાશ્રિત હોય છે. ૧૪
. ૧પ
. ૧૬
જિનવચનરૂપ દવા વિષયસુખરેચિકા, અમૃતમયી,
છે વ્યાધિ–મરણ–જરાદિહરણી, સર્વદુઃખવિનાશિની. ૧૭
છે એક જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ લિંગ છે,
ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. ૧૮