* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: વૈશાખ : ૨૪૯પ આત્મધર્મ : ૭ :
પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે;
શ્રદ્ધે સ્વરૂપો તેમનાં, જાણો સુદ્રષ્ટિ તેહને. ૧૯
જીવાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ ભાખ્યું છે જિને,
વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યક્ત્વ છે. ૨૦.
એ જિનકથિત દર્શનરતનને ભાવથી ધારો તમે,
ગુણરત્નત્રયમાં સાર ને જે પ્રથમ શિવસોપાન છે. ૨૧
થઈ જે શકે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું;
સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર, તપ વિનયે સદાય સુનિષ્ઠ જે,
તે જીવ વંદનયોગ્ય છે–ગુણધર તથા ગુણવાદી જે. ૨૩
જ્યાં રૂપ દેખી સાહજિક, આદર નહીં મત્સર વડે,
સંયમ તણો ધારક ભલે તે હોય પણ કુદ્રષ્ટિ છે. ૨૪
જે અમરવંદિત શીલયુત મુનિઓ તણું રૂપ જોઈને,
મિથ્યાભિમાન કરે અરે! તે જીવ દ્રષ્ટિવિહીન છે. ૨પ
વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વંદ્ય તે;
બંને સમાનપણું ધરે, એકકે ન સંયમવંત છે, ૨૬
નહિ દેહ વંદ્ય, ન વંદ્ય કુલ, નહિ વંદ્ય જન જાતિ થકી;
ગુણહીન ક્યમ વંદાય? તે સાધુ નથી, શ્રાવક નથી. ૨૭
સમ્યક્ત્વસંયુક્ત શુદ્ધભાવે વંદું છું મુનિરાજને,
તસ બ્રહ્મચર્ય, સુશીલને, ગુણને તથા શિવગમનને. ૨૮
ચોસઠ ચમર સંયુક્ત ને ચોત્રીસ અતિશય યુક્ત જે,
બહુજીવહિતકાર સતત, કર્મવિનાશકારણ–હેતુ છે. ૨૯
સંયમ થકી, વા જ્ઞાન–દર્શન–ચરણ–તપ છે ચાર જે
એ ચાર કેરા યોગથી, મુક્તિ કહી જિનશાસને. ૩૦