* શ્રી કહાન–રત્નચિંતામણિ–જયંતિમહોત્સવ વિશેષાંક *
: ૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯પ
રે! જ્ઞાન નરને સાર છે, સમ્યક્ત્વ નરને સાર છે;
સમ્યક્ત્વથી ચારિત્ર ને ચારિત્રથી મુક્તિ લહે. ૩૧.
દ્રગ–જ્ઞાનથી, સમ્યક્ત્વયુત ચારિત્રથી ને તપ થકી
–એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે, શંકા નથી. ૩૨
કલ્યાણશ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને;
સુર–અસુર કેરા લોકમાં સમ્યક્ત્વરત્ન પુજાય છે. ૩૩
રે! ગોત્ર ઉત્તમથી સહિત મનુજત્વેન જીવ પામીને,
સંપ્રાપ્ત કરી સમ્યક્ત્વ, અક્ષય સૌખ્ય ને મુક્તિ લહે. ૩૪
ચોત્રીસ અતિશયયુક્ત, અષ્ટ સહસ્ર લક્ષણધરપણે
જિનચંદ્ર વિહરે જ્યાં લગી, તે બિંબ સ્થાવર ઉક્ત છે. ૩પ
દ્વાદશ તપે સંયુક્ત, નિજ કર્મો ખપાવી વિધિબળે,
વ્યુત્સર્ગથી તનને તજી, પામ્યા અનુત્તમ મોક્ષને. ૩૬
સ્વાનુભૂતિપૂર્વક થતું સમ્યગ્દર્શન તે મોક્ષનું દ્વાર છે; તેના
વડે જ મોક્ષનો માર્ગ ઊઘડે છે. એનો ઉદ્યમ એ જ દરેક મુમુક્ષુનું
પહેલું કામ છે. અને દરેક મુમુક્ષુથી આ થઈ શકે તેવું છે.
* * *
એક ક્ષણભરના સ્વાનુભવથી જ્ઞાનીને જે કર્મો તૂટે છે,
અજ્ઞાનીને લાખો ઉપાય કરતાં પણ એટલાં કર્મો તૂટતાં નથી.
આમ સમ્યક્ત્વનો અને સ્વાનુભવનો કોઈ અચિંત્ય મહિમા છે.
–એમ સમજીને હે જીવ! તેની આરાધનામાં તત્પર થા.