: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯પ
વિદેહનાં સંભારણાં
ત્યારબાદ વૈશાખમાસના ઉત્સવ દરમિયાન સમવસરણમાં ભક્તિ વખતે
સીમંધરનાથ અને કુંદકુંદાચાર્યદેવ પ્રત્યે પરમ ઉલ્લાસ–ભક્તિ–બહુમાન આવતાં ગુરુદેવે
સમવસરણમાં બેઠા બેઠા પુસ્તકમાં લખ્યું કે –‘ભરતથી મહાવિદેહની મૂળદેહે જાત્રા કરનાર
શ્રી કુંદકુંદઆચાર્યનો જય હો, વિજય હો, ’ તીર્થયાત્રાના કેવા ભાવો, ને વિદેહનાં કેવાં
સ્મરણો એમના અંતરમાં ઉલ્લસે છે તે આ હસ્તાક્ષર દ્વારા દેખાઈ આવે છે.
નવીન મેઘવષાર્
સં. ૨૦૧૬ ના જેઠ વદ ત્રીજે ગુરુદેવની ડાબી આંખનો મોતિયો સફળ રીતે
ઉતારવામાં આવ્યો હતો. અને એક અઠવાડિયે પાટો છૂટતાં ગુરુદેવ પહેલવહેલા જ્યારે
સભામાં પાટ ઉપર આવીને બિરાજ્યા તે વખતના આનંદદાયી વાતાવરણની શી વાત!
અને પછી શ્રાવણ માસમાં ગુરુદેવે પ્રવચન કરીને શ્રુતની મેઘવર્ષા ફરી શરૂ કરી ત્યારે
તો શ્રુતતરસ્યાં જિજ્ઞાસુ જીવોનાં હૈયાં એ નવીન અમૃતવર્ષા ઝીલીને આનંદવિભોર
બનીને ખીલી ઊઠ્યા હતા. પૂ. બેનશ્રીબેને નવીન ભક્તિ કરાવી હતી. આખા મંડળમાં
આનંદોલ્લાસનું વાતાવરણ હતું.
અધ્યાત્મની ધૂન ને મુનિદર્શનની ઊર્મિ
સં. ૨૦૧૬ માં શ્રાવણ સુદ પાંચમે એકવાર ગુરુદેવ બહાર ફરવા ગયેલ, ને ત્યાં
ખુલ્લા મેદાનમાં બેઠાબેઠા એકાંતમાં એકલા ધૂન જમાવી. (પાસે એક ભક્ત–આ
લખનાર પોતે એ ધૂન સાંભળતો હતો એની ગુરુદેવને ખબર ન હતી, એ તો પોતાની
ધૂનમાં મસ્ત હતા.) મુખમાંથી શબ્દો નીકળતા હતા.
જ્યાં ચેતન ત્યાં સુર્વગુણ કેવળી બોલે એમ
પ્રગટ અનુભવ આતમા નિર્મળ કરો સપ્રેમ..... રે
ચૈતન્યપ્રભુ! પ્રભુતા તમારી ચૈતન્યધામમાં....
જિનવરપ્રભુ! પધાર્યા સમોસરણધામમાં......
વહાલા પ્રભુજી! બિરાજે વિદેહધામમાં.....
–એ રટણમાં ને રટણમાં ગુરુદેવને મુનિદર્શનની એવી ઊર્મિ સ્ફૂરી કે અરે,
અત્યારે અહીં કોઈક મુનિરાજના દર્શન થાય તો કેવું સારું! કોઈક ચારણઋદ્ધિધારક